કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ સેકન્ડ હેન્ડ ટ્રકોની લે-વેચનો સોદો કરી, થોડી ઘણી રકમ ચૂકવીને ટ્રક માલિકોની ટ્રક લઈને છેતરપિંડી કરતા ભુજના અક્રમ ઊર્ફે અક્કુડો ઈકબાલ પઠાણ વિરુધ્ધ ભુજ, અંજાર બાદ હવે નખત્રાણામાં ચીટીંગની ફરિયાદ દાખલ થઈ છે. અક્રમે લખપતના વોણાર ગામના ટ્રક માલિક રૂપુભા તમાચી ફુલે ફાઈનાન્સ કંપનીના ધીરાણમાંથી ખરીદેલી ટ્રક ૧૫.૫૦ લાખમાં ખરીદવા સોદો કરીને અમુક રૂપિયા આપી બાકીના ૧૩.૮૯ લાખ રૂપિયાની ‘ટોપી’ પહેરાવી ટ્રક સગેવગે કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે, અક્રમ અને તેના સાગરીત રઝાક વિરુધ્ધ ૧૨ ઑગસ્ટે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે સાડા છ લાખમાં ટ્રક ખરીદવાનો સોદો કરીને પચાસ હજાર રૂપિયા આપીને બાકીના છ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ગઈકાલે શનિવારે અંજાર પોલીસ મથકે અક્રમ વિરુધ્ધ ટ્રકના સોદાના નામે ૧૪.૩૯ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
Share it on
|