click here to go to advertiser's link
Visitors :  
29-Jun-2025, Sunday
Home -> Nakhatrana -> ACB nabs Lady Talati of Deshalpar (g) Nakhtrana in bribery case
Friday, 21-Mar-2025 - Nakhtrana 73377 views
નખત્રાણા દેશલપર (ગું)ની મહિલા તલાટી લાંચ લેતાં ACB ટ્રેપમાં રંગેહાથ પકડાતા ચકચાર
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામે ફરજ બજાવતી મહિલા તલાટી બે હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાતાં જિલ્લાના તલાટીઓ સહિત મહેસુલી આલમમાં ચકચાર મચી ગઈ છે. ચંદ્રિકાબેન D/o મગનલાલ ગરોડા (ઉ.વ. ૩૦, રહે. આંબેડકરનગર, નખત્રાણા) અરજદાર પાસે બે હજાર રૂપિયાની લાંચ લેતાં એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ગઈ છે.

એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં મોરબી એસીબી પીઆઈ એમ.એમ. લાલીવાલાએ આ ટ્રેપ ગોઠવી હતી. એસીબીએ મહિલા તલાટીના નિવાસસ્થાને પણ સર્ચ હાથ ધરી છે.

બોલો, વોટસએપમાં મેસેજ કરી લાંચ માંગેલી

ગ્રામ પંચાયતની હદમાં આવતી સરકારી પડતર જમીન પર હોટેલ રેસ્ટોરન્ટનું નિર્માણ કરવા હેતુ તે જમીન ફાળવવા એક વ્યક્તિએ કલેક્ટર કચેરીમાં અરજી કરેલી. જે સંદર્ભે આ જમીન ગૌચર હેતુની ના હોવાનો ગ્રામ પંચાયતનો દાખલો કાઢી આપવા પેટે તલાટીએ બે હજાર રૂપિયા માંગ્યા હતાં. એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ બિન્ધાસ્ત તલાટીએ અરજદારને વોટસએપ પર મેસેજ કરીને લાંચની રકમ માંગી હતી. આ મામલો ધ્યાને આવતાં આજે ગ્રામ પંચાયતની કચેરીમાં જ એસીબી છટકું ગોઠવીને તલાટીને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડી છે.

ભૂતકાળમાં એક ફરિયાદથી તલાટી ચર્ચાસ્પદ બનેલી

ઉલ્લેખનીય છે કે નખત્રાણા ગ્રામ પંચાયત, મુરુ ગ્રામ પંચાયત સહિત વિવિધ ગામોમાં તલાટી તરીકે ફરજ બજાવનાર ચંદ્રિકા ગરોડાએ નવેમ્બર ૨૦૧૮માં નખત્રાણાના તત્કાલિન મહિલા સરપંચ જિજ્ઞાબેન સોની અને ભાજપના આગેવાન ભરત સોની પર સરકારી ફરજમાં અડચણ સર્જીને જાતિવિષયક ગાળાગાળી કરવા સબબ એટ્રોસિટી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવતાં તે સમયે ભારે ચકચાર મચી ગઈ હતી.  

Share it on
   

Recent News  
ગોધરાની યુવતીની ઘાતકી હત્યા કરનાર ઝનૂની પ્રેમીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ્દ
 
પ્લેન ક્રેશમાં મરણ પામેલા દહીંસરાના યુવકના DNA મેચઃ ૧૬મા દિવસે ગામમાં અંતિમવિધિ
 
આદિપુરમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારા અંજારના બે યુવકોને પોલીસે ઝડપ્યાં