click here to go to advertiser's link
Visitors :  
10-Jul-2026, Friday
Home -> Nakhatrana -> 4 Overloaded Fancy Number Dumpers Traced to Abdasa MLAs Son
Monday, 15-Jun-2026 - Nakhtrana 27822 views
ફેન્સી નંબરવાળા ૪ ઓવરલોડ આઈવા ડમ્પર અબડાસા MLAના પુત્રની માલિકીના નીકળ્યા
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાના દેવીસર ગામની નદીમાંથી રેતી કાઢીને, ઓવરલોડ માલ ભરીને જતી વખતે પકડવામાં આવેલા ફેન્સી નંબર પ્લેટવાળા ચારે આઈવા ડમ્પર અબડાસાના ધારાસભ્યના પુત્ર અર્જુનસિંહ જાડેજાના હોવાનો ઘટસ્ફોટ થયો છે. નખત્રાણા તાલુકામાં ગેરકાયદે ખનિજ ખનન અને ઓવરલોડ પરિવહન થતું હોવાની લાંબા સમયથી વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. નખત્રાણા પ્રાંત અધિકારીની સૂચનાના પગલે મામલતદાર આર.ડી. પટેલે શનિવારે દેવીસરની નદીના પટમાં તપાસ હાથ ધરી હતી.

તંત્રએ GJ-12 BZ-6007, GJ-12 BX-7007, GJ-12 BZ-7007, GJ-12 CT-7007ને રોકી તપાસ હાથ ધરી હતી. ચારેય વાહનોમાં નિયત જથ્થા કરતાં ૫૧.૯૩ મેટ્રિક ટન રેતી વધુ ભરી હોવાનું સ્પષ્ટ થતાં ૨.૨૯ કરોડની કિંમતના ચારે ડમ્પર સીઝ કરીને નખત્રાણા પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા હતા. ધારાસભ્ય જાડેજાએ વાહનો પુત્રની માલિકીના હોવાનું જણાવીને તે ભાડે દોડતાં હોવાનો બચાવ કર્યો છે.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ
 
મુંદરા પોલીસે બિહારમાં જઈને સ્થાનિક ગ્રામજનોનો વેશ પહેરીને હત્યારાને ઝડપી પાડ્યો
 
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!