click here to go to advertiser's link
Visitors :  
24-Aug-2026, Monday
Home -> Gandhidham -> Samkhiyali Police Detects House Break Nab Two Accused Including Brother in Law
Monday, 24-Aug-2026 - Samkhiyali 3933 views
મહેમાન બનીને આવેલા સગાં ભાઈએ જ બહેનની સાસરીમાંથી ૫.૬૪ લાખના ઘરેણાંની ચોરી કરેલી!
કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ સામખિયાળીમાં રહેતા વકીલના ઘરના કબાટમાંથી ભેદી સંજોગોમાં ચોરાઈ ગયેલાં સાડા પાંચ લાખથી વધુ કિંમતના સોના ચાંદીના ઘરેણાંની ચોરીનો ભેદ પોલીસે ઉકેલીને બે આરોપીની ધરપકડ કરી છે. હાથફેરો કરનારો ચોર જાણભેદુ હોવાની શંકા સાચી ઠરી છે. ચોરી કરનારો શખ્સ ફરિયાદી વકીલનો સાળો નીકળ્યો છે! બે માસ સુધી પોતાની રીતે ચોર શોધવા તપાસ કર્યાં બાદ ચોર ના મળતાં ફરિયાદ નોંધાવાયેલી. પોલીસે પાંચ જ દિવસમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

એડવોકેટ નરેશ ચૌહાણે ફરિયાદમાં જણાવેલું કે ઘરમાં લાકડાના કબાટમાં તેની પત્ની, ભાભી અને દિવંગત માતાના સોના ચાંદીના ઘરેણાં રાખેલાં. ૧૮ જૂનના રોજ પત્નીએ પ્રસંગઅર્થે પિયર જવા દાગીના પહેરવા માટે કબાટ ખોલેલું ત્યારે પાંચ ઘરેણાં અને ૧૦ હજાર રોકડાં રૂપિયા મળી ૫.૬૪ લાખની માલમતા ચોરાઈ ગઈ હોવાનું બહાર આવેલું. કોઈ પરિચિત અને જાણકાર વ્યક્તિએ જ ચોરી-છૂપે ચાવી વડે કબાટ ખોલીને ચોરી કરી ફરી તાળું મારી દીધું હોવાની આશંકાના પગલે વકીલે પોતાની મેળે ચોર શોધવા પ્રયાસ કરેલો. સફળતા ના મળતા આખરે પાંચ દિવસ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવેલી.

મહેમાન બનીને આવેલા સાળાએ હાથફેરો કરેલો

સામખિયાળી પીઆઈ જે.એમ. ઝાલાએ ગહન તપાસ કરતાં બહાર આવેલું કે ૨૯ મેના રોજ ફરિયાદીનો સાળો ચેતન દેવજી મેરિયા (ઉ.વ. ૨૫ રહે. ચામુંડાનગર, ચોબારી, ભચાઉ) મહેમાન બનીને ઘરે આવેલો, એક રાત રોકાઈને બપોરે પરત રવાના થયેલો. બહેન કબાટના તાળાની જ્યાં ચાવી રાખતી હતી તેનાથી વાકેફ ચેતને ચોરીછૂપે ચાવી લઈ ઘરેણાં ચોરીને ચાવીને પાછી હતી તે જગ્યાએ રાખી દીધી હતી.

ચોરી કર્યાં બાદ ચેતને ચાર ઘરેણાં ભચાઉના વી.પી. જ્વેલર્સમાં વેચ્યાં હતા. જ્વેલરે તેની પાસે ઘરેણાં તેની માલિકીના જ હોવાનું સોગંદનામું લખાવડાવીને અઢી લાખ રૂપિયા તેના બેન્ક ખાતામાં RTGSથી ટ્રાન્સફર કર્યાં હતા.

ત્યારપછીના દિવસોમાં સાડા ત્રણ તોલા સોનાનો હાર ચેતને તેના મિત્ર સચિન વેલાભાઈ વરચંદને વેચવા માટે આપીને બે લાખ રૂપિયા મેળવ્યાં હતા. પોલીસે જણાવ્યું કે ઘરેણાંના વેચાણથી ઉપજેલાં રૂપિયેથી ચેતને નવું બાઈક, એર કન્ડિશન ખરીદેલાં, તેની કરિયાણા અને બાળકોના પડીકાની દુકાનમાં નવો માલ ભરાવેલો. પોલીસે ચેતન સાથે તેના મિત્ર સચિનની પણ ધરપકડ કરી છે.

Share it on
   

Recent News  
કચ્છમાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસઃ ૬ વર્ષના બાળકના મોત બાદ રિપોર્ટ આવ્યો
 
પાકિસ્તાની ખજૂર આયાત કરનાર મારવાડી યુવા મંચના ઉપ પ્રમુખની જામીન અરજી રીજેક્ટ
 
નિયત સમયમાં ચાર્જશીટ દાખલ ના થતાં કૉર્ટે ૪ આરોપીને ડિફોલ્ટ બેઈલ પર છોડી મૂક્યાં!