|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા નજીક ભોરારા ગામ પાસે નર્મદા કેનાલમાં ત્રણ પુત્રો સહિત માતા ખાબકતાં ત્રણે બાળકોના મૃત્યુ નીપજ્યાં હોવાનો બનાવ બન્યો છે. આજે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ઘટના ઘટી હતી. નજીકના સોઢા કેમ્પમાં રહેતી સૂરજબા બહાદુરસિંહ સોઢા અને તેના ત્રણ બાળકો નર્મદા કેનાલમાં ડૂબી રહ્યાં હોવાની માહિતી મળતા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. માતાને બચાવી લેવાઈ હતી. જો કે, ત્રણે બાળકોના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હોવાની પોલીસે પ્રાથમિક માહિતી આપી છે. મૃતક બાળકોમાં હરદેવસિંહ બહાદુરસિંહ સોઢા (ઉ.વ. ૧૨), રવિરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉ.વ. ૮) અને યુવરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉ.વ. ૫)નો સમાવેશ થાય છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ મુંદરા સહિત સમગ્ર કચ્છમાં ભારે અરેરાટી સર્જી દીધી છે.
Share it on
|