click here to go to advertiser's link
Visitors :  
02-Feb-2026, Monday
Home -> Mundra -> Major Liquor Racket Busted in Mundra Former Politician and Partner Named in FIR Against 10
Sunday, 01-Feb-2026 - Mundra 2109 views
મુંદરાઃ પૂર્વ રાજકીય અગ્રણી અને ભાગીદારના દારૂના નેટવર્કનો ઘટસ્ફોટઃ  ૧૦ સામે FIR
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા શહેર અને તાલુકામાં દેશી દારૂના દૂષણ વ્યાપક બન્યું છે ત્યારે પોલીસે દેશી દારૂના નેટવર્કને તોડી નાખવાની દિશામાં કડક એક્શન લેવાનું શરૂ કર્યું છે. વવાર ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતાં બૂટલેગરોને ત્યાં દરોડો પાડીને પ્રાગપર પોલીસે સવા લાખનો દારૂ અને આથો જપ્ત કર્યા બાદ હવે મુંદરા પોલીસે શિરાચામાં ગુણવત્તાસભર દરોડો પાડ્યો છે.
મુંદરા પોલીસે શિરાચાથી નવીનાળ તરફ જતા માર્ગે પાલુ ગોપાલ ગઢવી નામના શખ્સની વાડીમાં દરોડો પાડીને ૬૪ હજારની કિંમતના ૩૨૦ લીટર દેશી દારૂ અને એક દ્વિચક્રી વાહન, ફોન મળી બે આરોપીઓની અટકાયત કરી છે.

પોલીસે ઝડપેલાં વિક્રમ બ્રહ્મદેવ તીવારી અને રાજદીપસિંહ દશરથસિંહ જાડેજા (રહે. કુંદરોડી, મુંદરા)એ પોલીસ સમક્ષ મુખ્ય બૂટલેગર ગજુભા ભીમાજી જાડેજા (રહે. નવીનાળ) અને કિશનસિંહ દશરથસિંહ જાડેજા (કુંદરોડી)એ દેશી દારૂના વેચાણ માટે ગોઠવેલાં સુવ્યવસ્થિત નેટવર્કના વટાણાં વેરી નાખ્યાં છે. પોલીસે બેઉની કબૂલાતના આધારે બેઉ મુખ્ય બૂટલેગરો અને તેમના અન્ય આઠ સાગરીતો તથા પગારદાર મજૂરો સામે પ્રોહિબિશનની ધારાઓ તળે ગુનો દાખલ કર્યો છે.

પૂર્વ કોંગી આગેવાન ગજુભા પર અગાઉ બે વાર પાસા લાગેલો  

પોલીસે ફરિયાદમાં દર્શાવેલા બે મુખ્ય આરોપી પૈકીનો એક ગજુભા ભીમાજી જાડેજા ભૂતકાળમાં નવીનાળ ગામનો સરપંચ અને મુંદરા તાલુકા કોંગ્રેસના પ્રમુખપદે રહી ચૂકેલો છે. ગુનાહિત પ્રવૃત્તિઓને અનુલક્ષીને ૨૦૨૦ અને ૨૦૧૫માં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થયેલી છે. ૨૦૨૪માં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ગજુભાના અડ્ડા પર દરોડો પાડીને દેશી દારૂનો ક્વૉલિટી કેસ કર્યો હતો.

ઝડપાયેલાં મજૂરે સમગ્ર નેટવર્કનો ભાંડો ફોડી નાખ્યો

ઝડપાયેલાં વિક્રમ તીવારીએ પોલીસને જણાવ્યું કે વવાર ગામનો બૂટલેગર ગોપાલ ગઢવી દરરોજ સવારે તૈયાર દેશી દારૂ પાલુ ગઢવીની વાડીએ આપી જાય છે. આ દેશી દારૂને કોથળીઓમાં પેક કરીને મુંદરા શહેર તાલુકાના અલગ અલગ સ્ટેન્ડ પર મોકલવામાં આવે છે.

આવા વિવિધ સ્ટેન્ડ પર ગજુભા અને કિશનના પગારદાર ભાડૂતી માણસો દારૂનું વેચાણ કરે છે.

પોલીસે ઝડપેલાં વિક્રમ તીવારી અને રાજદીપ પણ બેઉ બૂટલેગર પાસે મજૂરી કરે છે. તે ઉપરાંત દારૂના આ નેટવર્કમાં તેજસ, શંભુ પાંડે, શિવમ્, જગદીશ ચાવડા પણ મજૂરી કરે છે. મુંદરા પોલીસે ગજુભા જાડેજા અને રાજદીપ તથા માલ આપતા ગોપાલ ગઢવી, વાડી માલિક પાલુ ગઢવી અને નેટવર્કમાં કામ કરતાં છ મજૂરો મળી કુલ દસ લોકો વિરુધ્ધ ગુનો દાખલ કરી નહીં પકડાયેલાં આઠ લોકોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
માધાપરમાં પુત્રવધૂ અને તેના માવતરના ત્રાસથી એસિડ પીને વૃધ્ધ સસરાએ આપઘાત કર્યો
 
છારી-ઢંઢ ‘રામસર સાઇટ’ જાહેર: આંતરરાષ્ટ્રીય માન્યતાથી કચ્છનું વધ્યું ગૌરવ
 
સયાજીનગરીને મળ્યું ‘કવચ’ વિરારથી અ’વાદ સુધી ૪૩૫ કિ.મી.ના ટ્રેક પર વિશેષ સુરક્ષા