click here to go to advertiser's link
Visitors :  
06-Aug-2026, Thursday
Home -> Mundra -> Three apprehended by SOG in Mundra hotel raid Narcotics worth Rs 3.60 lakh seized
Thursday, 14-May-2026 - Mundra 33146 views
મુંદરાની હોટેલમાં પરોઢે દરોડો પાડીને SOGએ ૩.૬૦ લાખના હેરોઈન સાથે ત્રણને પકડ્યાં
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ પશ્ચિમ કચ્છ પોલીસ દળના સ્પેશિયલ ઓપરેશન ગૃપે આજે પરોઢે ચાર વાગ્યે મુંદરાની TGR હોટેલના રૂમ નંબર ૨૫માં દરોડો પાડીને પંજાબ હરિયાણાના ત્રણ યુવકોને ૩.૬૦ લાખના ૧૮ ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યાં છે. મુંદરા પોર્ટ રોડ પર આવેલી હોટેલમાં હેરોઈન વેચવા માટે ત્રણ યુવકો રોકાયાં હોવાની બાતમીના આધારે SOG સરકારી પંચો સાથે ત્રાટકી હતી.

રૂમમાંથી પોલીસે પંજાબના ફિરોજપુરના સંદિપસિંઘ ધરમસિંઘ (ઉ.વ. ૩૨) અને સતનામસિંઘ જસવીરસિંઘ (ઉ.વ. ૪૩) તથા હરિયાણાના સિરસાના વતની મનજીતસિંઘ ઈશ્વરસિંઘ (ઉ.વ. ૩૨)ને ઊંઘતા ઝડપી પાડીને હેરોઈન કબજે કર્યું હતું.

મનજીતના કહેવાથી બે યુવકો માલ વેચવા આવેલા

પોલીસે જણાવ્યું કે હરિયાણાનો વતની મનજીતસિંઘ મુંદરામાં જ રહે છે અને ટ્રાન્સપોર્ટ પેઢીમાં નોકરી કરે છે. સંદિપ અને સતનામે અઠવાડિયા અગાઉ ફિરોજપુરના સોનુ નામના લોકલ ડ્રગ્સ પેડલર પાસેથી હેરોઈન ખરીદેલું. મનજીતે તેમને મુંદરામાં સારા દામ ઉપજશે તેમ કહીને મુંદરા બોલાવેલાં. બેઉ જણ માટે હોટેલમાં રૂમ બૂક કરાવેલો.

પરોઢે દરોડો પાડીને ત્રણેને ઊંઘતા ઝડપ્યાં

પરોઢે ચાર વાગ્યે SOGએ ડૉરબેલ વગાડી તેમજ દરવાજે ટકોરાં મારતાં સંદિપસિંઘે દરવાજો ખોલ્યો હતો. સતનામ અને મનજીત બેઉ બેડ પર ઘસઘસાટ ઊંઘતાં હતા. સંદિપને દબોચીને પોલીસે તેણે પહેરેલી કેપ્રીના ખિસ્સા ચેક કરતાં તેમાંથી ક્રીમ રંગના ગાંગડાવાળું હેરોઈન મળી આવ્યું હતું.

૫૬૬૦ રોકડાં રૂપિયા સહિતનો માલ જપ્ત

પોલીસે રૂમની તલાશી લેતાં બે નંગ ઈન્જેક્શન, ટ્રેનની ત્રણ ટિકિટો, મની ટ્રાન્સફર કર્યા અંગેની કૅશ ડિપોઝીટ સ્લીપ, ડિજિટલ વજનકાંટો, હેન્ડબેગ, પ્લાસ્ટિકના પારદર્શક નાનાં પાઉચ, હેન્ડબેગ, ત્રણેની જડતીમાંથી ૫૬૬૦ રોકડાં રૂપિયા મળી આવ્યાં હતા. ત્રણે જણ હોટેલના રૂમમાં રોકાઈને છૂટક ડ્રગ્સ વેચવા માટે આવ્યા હોવાની પોલીસને બાતમી મળેલી. ડ્રગ્સ આપનાર સોનુ સહિત ચારે સામે મુંદરા પોલીસ મથકે NDPS Actની વિવિધ ધારાઓ તળે ગુનો નોંધાવી ત્રણેની ધરપકડ કરી છે. પીઆઈ એમ.આર. શકોરીયા સહિતની ટીમે સફળ રેઈડ કરી હતી.

Share it on
   

Recent News  
રામમંદિરમાં ચંદા ચોરી બદલ કચ્છના સંતો સનાતનીઓની લાગણીઓ ના દુભાઈ!
 
કચ્છમાં વહીવટી તંત્રની તત્કાળ બુલડોઝર કાર્યવાહીને હાઈકૉર્ટની સજ્જડ લપડાક
 
ભુજના નિવૃત્ત ASIના સાડા પાંચ તોલાના દાગીનાની ચોરીની FIR એક મહિના બાદ દાખલ થઈ!