click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Mundra -> Record Breaking Month for Mundra Port with Over 25000 Car Exports
Tuesday, 03-Feb-2026 - Mundra 35085 views
મુંદરા અદાણી પોર્ટે એક જ માસમાં ૨૫૭૬૨ કાર એક્સપોર્ટ કરીને નવો વિક્રમ સ્થાપ્યો
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) લિમિટેડ સંચાલિત મુંદરા પોર્ટે ઑટોમોબાઇલના એક્સપોર્ટમાં નવો રેકોર્ડ સર્જ્યો છે. પોર્ટના ઑટોમોબાઇલ એક્સપોર્ટ માટેના RoRo (Roll-on/Roll-off) ટર્મિનલ AMCT (CT2)એ જાન્યુઆરી ૨૦૨૬માં ૨૫ હજાર ૭૬૨ કારની નિકાસ કરીને માસિક સર્વાધિક નિકાસનો રેકોર્ડ સર્જ્યો છે. આ અગાઉ મે ૨૦૨૪માં ૨૪ હજાર ૪૮૯ કારના એક્સપોર્ટનો વિક્રમ નોંધાયો હતો.
એક જ જહાજમાં સર્વાધિક કાર હેન્ડલ કરાઈ

માસિક સર્વાધિક કાર એક્સપોર્ટના વિક્રમ ઉપરાંત એક જ જહાજમાં ૫૭૦૧ કાર હેન્ડલ કરવાનો પણ પોર્ટે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. અગાઉ નવેમ્બર ૨૦૨૫માં એકસાથે એક જહાજમાં ૫૬૨૨ કાર એક્સપોર્ટનો વિક્રમ નોંધાયો હતો. સમગ્ર કામગીરી દરમિયાન સુરક્ષા, સલામતી અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખીને યાર્ડથી જહાજ સુધી કારનું સરળ પરિવહન કરવામાં આવ્યું હતું.

આ અસાધારણ સિદ્ધિ અદાણી પોર્ટની ઓપરેશનલ શ્રેષ્ઠતા, ટીમના સમર્પણ, ભાગીદારોના સંકલન અને અવિરત મહેનતનું પરિણામ છે.

મુંદરા પોર્ટની અદ્વિતિય Ro-Ro સુવિધાઓ દ્વારા ભારતમાં ઉત્પાદિત કારો સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ફ્રાન્સ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, જાપાન, મોરેશિયસ અને ગલ્ફ દેશો સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી રહી છે. કારની વધતી નિકાસે મુંદરાને ભારતના ઑટોમોબાઇલ એક્સપોર્ટ માટેના મુખ્ય હબ તરીકે સ્થાપિત કર્યું છે અને ભારતીય ઑટોમોબાઇલ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવી છે.

લિક્વિડ ટર્મિનલે પણ નવો વિક્રમ સર્જ્યો

કાર એક્સપોર્ટ ઉપરાંત મુંદરા લિક્વિડ ટર્મિનલે પણ જાન્યુઆરી ૨૦૨૬માં ૧.૧૨૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નવો રેકોર્ડ અંકિત કર્યો છે. અગાઉ ડિસેમ્બર ૨૦૨૫માં ૧.૦૩૬ MMT કાર્ગો હેન્ડલિંગનો રેકોર્ડ સ્થપાયો હતો. આ સિદ્ધિ પોર્ટની વૈવિધ્યસભર કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી દર્શાવે છે.

અદાણી મુંદરા પોર્ટે ભારતના વેપાર અને નિકાસ વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને આવનારા સમયમાં વધુ નવા માઇલસ્ટોન હાંસલ કરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.
Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત