click here to go to advertiser's link
Visitors :  
10-Jul-2026, Friday
Home -> Gandhidham -> Woman Lures Transporter into Friendship Trap Siphons 4.67 Lakhs with Husband
Wednesday, 17-Jun-2026 - Aadipur 23947 views
યુવતીએ ટ્રાન્સપોર્ટરને દોસ્તીની જાળમાં ફસાવી પતિ સાથે મળી ૪.૬૭ લાખનો માલ પડાવ્યો
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરના અંતરજાળમાં રહેતા ૩૧ વર્ષિય ટ્રાન્સપોર્ટર પારસ રાજેશભાઈ મેઘાણીને પરિણીત યુવતી સાથેની ફ્રેન્ડશીપ ભારે પડી ગઈ છે. યુવતી અને તેના પતિએ રોકડાં રૂપિયા તથા ઘરેણાં મળીને ૪.૬૭ લાખનો માલ ઠગી લીધો છે. ૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઋચિ સોની નામની યુવતીએ ઈન્સ્ટાગ્રામ મારફતે ફરિયાદી સાથે ફ્રેન્ડશીપ કેળવી હતી. મોબાઈલ પરની વાતચીતનો સંબંધ રૂબરૂ મુલાકાતોમાં પરિણમ્યો હતો.

પોતાને મૂળ રાજસ્થાનની વતની ગણાવતી પરિણીત ઋચિ તેના પતિ રાજેશ બંસીલાલ સોની સાથે અંજારના મેઘપર બોરીચીની એન્ટિકા ગ્રીન સોસાયટીમાં રહે છે. ઋચિ સાથે ફરિયાદીની મૈત્રી ગાઢ બનતી ગયેલી. ઋચિ તેના પતિ સાથે ફરિયાદીના ઘરે પણ અવારનવાર આવ-જા કરતી રહેતી. દોઢેક માસના મૈત્રીના સમયગાળા દરમિયાન ઋચિ ફરિયાદીને અવારનવાર કહેતી કે ‘મારા પતિનો ધંધો બરાબર ચાલતો નથી’

ફરિયાદી પાસેથી વારંવાર નાણાં મેળવ્યાં

જૂન માસમાં અચાનક ઋચિએ ફરિયાદી પાસે દીકરીના ખર્ચ પેટે ૨૨ હજાર રૂપિયા માગીને પાછાં આપી દેવાનો વાયદો કરેલો. ફરિયાદીએ તરત તેની ઑફિસના માણસને મોકલી ઋચિને ઘરે રોકડાં રૂપિયા પહોંચતા કરેલાં. બસ, ત્યારપછી તો રૂપિયાની માંગણીનો સિલસિલો શરૂ થઈ ગયેલો. એકવાર ઘર ખર્ચ પેટે ઋચિએ ૧૫ હજાર મેળવેલા તો એકવાર ઋચિના પતિએ જણાવેલાં બેન્ક એકાઉન્ટમાં ફરિયાદીએ ૭૫ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપેલાં.

બર્થ-ડે નિમિત્તે ૧.૨૦ લાખના ઘરેણાંની ગિફ્ટ 

ઋચિની બર્થ ડે નિમિત્તે તેની માંગણી મુજબ ફરિયાદીએ ૨૬ હજારની સોનાની રીંગ, ૩૮ હજારની સોનાની ચેઈન અને ૫૫ હજારનું બ્રેસલેટ તેને ગિફ્ટ કરેલું. ઋચિ વખતોવખત જે ખર્ચાળ શોપિંગ કરતી તેના રૂપિયા ફરિયાદી ચૂકવતો. આ રીતે ફરિયાદીએ રોકડ પેટે ૧.૨૭ લાખ, ૧.૨૦ લાખના ઘરેણાં અને ૨.૧૯ લાખ શોપિંગના ખર્ચ પેટે મળીને કુલ ૪.૬૭ લાખ ઉડાવી દીધા હતા.

બે પ્લોટ ખરીદયા પછી અસલિયત છતી થઈ

છ માસના સંબંધો એટલા ગાઢ બની ગયેલાં કે ફરિયાદીએ તેની પત્ની અને ઋચિના પતિ મનોજની સંયુક્ત ભાગીદારીમાં તુણા ખાતે બે લાખના બે પ્લોટ ખરીદેલાં, જેનો અસલ દસ્તાવેજ મનોજે પોતાની પાસે રાખી લીધો હતો.

જાન્યુઆરી ૨૦૨૬માં એક દિવસ ઋચિએ ફરિયાદીને મેસેજ કરેલો કે ‘મારા પતિ અને તારી પત્નીના નામની સંયુક્ત ભાગીદારીવાળા જે પ્લોટ છે તે પ્લોટ મારા પતિના નામે કરી દે નહીંતર તને ખોટાં કેસમાં ફીટ કરાવી દઈશ’  

ફરિયાદી તેની માંગણીને વશ થયો નહોતો. દરમિયાન, ગત એપ્રિલ માસમાં મનોજે ફરિયાદીને જાણ કર્યાં વગર તેમજ તેની પત્નીનો હક હિસ્સો આપ્યા વગર બારોબાર બંને પ્લોટના દસ્તાવેજ પોતાના એકલાના નામે કરાવી દેવા ટોકન મેળવ્યો હોવાની ફરિયાદીને જાણ થયેલી. કંટાળીને ફરિયાદીએ આદિપુર પોલીસ મથકે આ યુગલ સામે BNS સેક્શન ૩૧૬ (૨), ૩૧૮ (૪), ૩૫૧, ૩૦૮ (૨), ૫૪ ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ
 
મુંદરા પોલીસે બિહારમાં જઈને સ્થાનિક ગ્રામજનોનો વેશ પહેરીને હત્યારાને ઝડપી પાડ્યો
 
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!