click here to go to advertiser's link
Visitors :  
18-Sep-2026, Friday
Home -> Kutch -> Flying Squad bust illegal mining of bentonite at Nundhatad Abadasa
Tuesday, 16-Jun-2026 - Bhuj 55961 views
નુંધાતડમાં ખનિજ ચોરીના સુવ્યવસ્થિત કારસાનો પર્દાફાશઃ ફ્લાઈંગ સ્ક્વોડનું ઓપરેશન
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસા તાલુકાનું નુંધાતડ અને આસપાસના અન્ય ગામો ખનિજ ચોરી માટે કુખ્યાત છે. એકદમ સુવ્યવસ્થિત ઢબે ખનિજ ચોરી કરાય છે કે સરકારી તંત્રો કદી કોઈને રંગેહાથ પકડી જ ના શકે. ખાણ ખનિજ તંત્રની ફ્લાઈંગ સ્ક્વૉડે અનેક અવરોધો વચ્ચે ગત રાતે બે વાગ્યે દરોડો પાડીને ૪૦ લાખનું એક્સકેવેટર મશિન જપ્ત કરીને મોટી ખનિજ ચોરી ઝડપી પાડી છે.
જેવું કોઈ વાહન પ્રવેશે કે ખનિજ ચોરોને બાતમી મળે 

બાતમીના આધારે ફ્લાઈંગ સ્ક્વોડ રાતે બે વાગ્યે કોઠારા પોલીસની ટીમને સાથે રાખીને નુંધાતડ પહોંચી હતી. ખનિજ ચોરોએ ગામમાં જતા તમામ નાકા પર બાતમીદારો તૈનાત કર્યાં હતા. જેવું કોઈ ખાનગી વાહન ગામમાં પ્રવેશ કરે કે બાતમીદારો ગામના સીમાડે રહેલા ખનિજ ચોરોને એલર્ટ કરી દેતાં.

જ્યાંથી બેન્ટોનાઈટ ખોદાતું હતું તે સ્થળે ફ્લાઈંગ સ્ક્વૉડ પહોંચી ત્યાં સુધીમાં ખનિજ ચોરો વાહનો સમેત પલાયન થઈ ગયાં હતા.

ફ્લાઈંગ સ્ક્વૉડના મદદનીશ નિયામક મેહુલ શાહે જણાવ્યું કે સ્થળ પર મશિનની ચેઈનના નિશાન જોવા મળ્યાં હતા. રાતના અંધારામાં આ નિશાનના આધારે ફ્લાઈંગ સ્ક્વૉડ એક્સકેવેટર ખાનગી માલિકીના સર્વે નંબર ૮૯માં પાર્ક કરાયેલા વોલ્વો કંપનીના એક્સકેવેટર સુધી પહોંચી ગઈ હતી.

સરકારી ટીમને દબાવવા હવાતિયા મરાયાં 

સરકારી ટીમ આ મશિન જપ્ત ના કરે તે માટે ખનિજ ચોરોએ યેનકેન પ્રકારે દબાણ ઊભું કરવા પ્રયાસ કર્યાં હતા. પરંતુ, તેમની કોઈ કારી ફાવી નહોતી. આ એક્સકેવેટર મશિનનો માલિક નુંધાતડનો સદ્દામ હુસેન પઢિયાર હોવાનું બહાર આવ્યું છે. મશિન લૉક કરાયેલું હોઈ ફ્લાઈંગ સ્ક્વૉડે સવારે ભુજથી ખાનગી મિકેનિકને સ્થળ પર બોલાવી, તેને અનલૉક કરાવીને કોઠારા પોલીસ મથકે લઈ જઈ પોલીસને તેની કસ્ટડી સોંપી છે.

એક-બે દિવસમાં ખનિજ ચોરીનું પ્રમાણ જાણવા મળશે

જે સ્થળે ખનિજ ચોરી કરાઈ છે તે મોટા ખાડાની માપણી કરવામાં આવી છે. તેના આધારે કેટલાં પ્રમાણમાં અને કેટલાં મૂલ્યનું બેન્ટોઈનાઈટ ગેરકાયદે ખોદી કઢાયું છે તેનો એક-બે દિવસમાં ક્યાસ કાઢી ખનિજ ચોરો સામે કાયદેસર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ અબડાસાનો એક માઈનીંગ માફિયા વર્ષોથી ખનિજ ચોરી કરીને સામાજિક રાજકીય આગેવાન બની બેઠો છે.

પંચાયતથી લઈ સંસદની ચૂંટણીઓ આવે એટલે માફિયા પાસે રહેલી વોટબેન્કનો લાભ લેવા રાષ્ટ્રવાદની સૂફિયાણી વાતો કરતી રાજકીય પાર્ટી તેના ચરણે પડી જાય છે. 

પોતાને રોબિનહુડ ગણતા આ માફિયા પર અનેક ગંભીર ગુનાઓ હોવા છતાં રાજકીય સંરક્ષણના કારણે ખુલ્લેઆમ ફરીને બેફામ ખનિજ ચોરી કરી રહ્યો છે. આવા માફિયાઓ ઉપરાંત કોમન મેન હોવાનો ડોળ કરીને ફરતાં રાજકીય નેતાઓ પણ રાત દિવસ બેફામ ખનિજ ચોરી કરી રહ્યાં છે. 

Share it on
   

Recent News  
રાપરના નાની રવના ખૂન કેસમાં દોષી ઠરેલાં બે મિત્રોને ૭ અને ૪ વર્ષનો સખ્ત કારાવાસ
 
મધરાતે બાઈક લઈ ઘેટાં બકરાં ચોરી કરવા આવેલા બે અજ્ઞાત ઈસમોએ માલધારીને ગોળી મારી
 
મુંદરાની ૨૬ વર્ષિય પ્રસૂતાનું સિઝેરીયન બાદ મોતઃ મુંદરા ભુજની હોસ્પિટલો પર આરોપ