click here to go to advertiser's link
Visitors :  
14-May-2026, Thursday
Home -> Mundra -> Mundra Police Nab Gang Behind Rs 18 Lakh Material Theft at Desalination Plant Site
Sunday, 12-Apr-2026 - Mundra 2068 views
મુંદરામાં નિર્માણાધીન વોટર ડીસેલિનેશન પ્લાન્ટનો ૧૮ લાખનો સામાન ચોરનાર ગેંગ પકડાઈ
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા SEZમાં આવેલી એક્વાટેક સિસ્ટમ્સ એશિયા પ્રા.લિ. કંપનીમાંથી ૧૮ લાખની કિંમતના કિંમતી માલ-સામાનની ચોરી કરનાર ચાર જણની ગેંગને મુંદરા પોલીસે ઝડપી પાડી છે. દરિયાના ખારાં પાણીને મીઠું કરવા માટે ૬૨ MLDના વોટર ડિસેલિનેશન પ્લાન્ટનું નિર્માણ કરી રહેલી કંપનીના ખુલ્લાં પરિસરમાંથી રાત્રિના સમયે ચોરોએ એલ્યુમિનિયમ અને કોપર કેબલ, વાલ્વ, પંપ વગેરેની ચોરી કરેલી.
૧૮ લાખની ચોરી સામે માંડ ૧ લાખનો કેબલ રીકવર

૬ એપ્રિલે ચોરી અંગે ફરિયાદ નોંધાયા બાદ મુંદરા પોલીસે સઘન તપાસ કરીને ફારુક હાસમ ચબા, મુબારક અલી ચબા, અબ્બાસ આદમ ભટ્ટી (મૂળ રહે. ત્રણેય તુણા વંડી, અંજાર) અને ગફુર હુસેન વાઘેર (રહે. નવીનાળ)ની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી પોલીસે ૧ લાખની કિંમતના ૧૦૦ કિલોગ્રામ કોપર કેબલનો જથ્થો રીકવર કર્યો છે.

ટુંડા વાંઢના રહીશો રજૂઆત કરીને થાક્યાં

પોલીસે પકડેલાં ચાર પૈકીના ત્રણ જણાં કુતળી બંદરે માછીમારીની આડમાં ફરતાં હોવાનું ખૂલ્યું છે. જે કંપનીમાં ચોરી થયેલી તે ટુંડા વાંઢની સીમમાં આવેલી છે. ટુંડા વાંઢના સ્થાનિક રહેવાસીઓએ અગાઉ અનેક વખત વહીવટી તંત્ર, મત્સ્યોદ્યોગ કચેરી અને પોલીસ પ્રશાસનને લેખીત મૌખિક રજૂઆતો કરેલી છે કે કુતળી બંદરનો અંજારના તુણા, વંડી, સંઘડ, રામપરના માછીમારો ગેરકાયદે માછીમારી માટે દુરુપયોગ કરી રહ્યાં છે. તેમના ગામોમાં મત્સ્ય ઉતરાણ કેન્દ્રો આવેલા હોવા છતાં તેઓ કુતળી બંદરે માછલીઓની સૂકવણી કરે છે, બોટો રાખે છે. હકીકતમાં કુતળી બંદરને મત્સ્ય ઉતરાણ કેન્દ્ર તરીકે જાહેર જ કરાયું નથી.

કોસ્ટલ સિક્યોરીટીની વાતો કેવળ બણગાં

આ લોકોએ કુતળી બંદરે અનધિકૃત દબાણો કર્યાં છે. માછલીઓની સૂકવણી અને તેના પરિવહન કારણે ગામમાં ભારે દુર્ગંધ ફેલાય છે. અનેક માછીમારો નશીલા પદાર્થોનું સેવન કરતાં હોઈ અશાંતિ સર્જાય છે. ટોકન વગર ગેરકાયદે માછીમારી કરતાં ઝડપાય છે.

માછીમારના સ્વાંગમાં અસામાજિક તત્વો આસપાસની કંપનીઓમાં ચોરી કરે છે. આવા તત્વો દ્વારા માદક દ્રવ્યોની હેરાફેરી અને અન્ય દેશવિરોધી પ્રવૃત્તિ પણ આચરવામાં આવતી હોવાની આશંકા ટુંડાના ગ્રામજનો વ્યક્ત કરી ચૂક્યાં છે.

૨૦૨૪માં ભુજસ્થિત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે પશ્ચિમ કચ્છ એસપી અને કલેક્ટરને પણ આ અંગે લેખીત પત્ર પાઠવી કાયદો વ્યવસ્થા જાળવવા યોગ્ય પગલાં લેવા જાણ કરી હતી. ટુંડાના ગ્રામજનોની વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં ના લેવાતાં સરકાર દ્વારા કરાતી કોસ્ટલ સિક્યોરીટીની વાતો કેવળ બણગાં હોવાનું પૂરવાર થઈ રહ્યું છે.

Share it on
   

Recent News  
રાપરમાં છરીની અણીએ પંગુ વેપારીને લૂંટનાર ત્રણ ઝડપાયાં: અંગત અદાવતમાં બન્યો બનાવ
 
કંડલામાં ટીમ્બર ભરેલાં જહાજમાં ફ્યુમિગેશન સમયે ઝેરી ગેસથી ત્રણ મજૂરનાં મોત
 
બેન્કમાંથી બારોબાર ૬.૫૨ લાખ ઉપડી ગયાં! અંજારના વેપારી અને તેના ભાભી જોડે ઠગાઈ