કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા પોર્ટ ખાતે એક્સપોર્ટ થવા જઈ રહેલા ઈસબગુલ અને તલના બે કન્ટેઈનરને યુક્તિપૂર્વક ખોલીને તેમાંથી ૪૫.૫૧ લાખનો માલ ચોરી લેવાના ગુનામાં મુંદરા પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે. મુંદરા પોલીસે આ ગુનામાં અબ્દુલ ગફૂર આમદ હાલેપોત્રા (રહે. આદિપુર મૂળ રહે. સલાયા, માંડવી), વિવેક ઊર્ફે વીકી વિજયભાઈ વાળંદ (રહે. અંજાર) અને ધૃવરાજસિંહ પ્રદ્યુમ્નસિંહ જેઠવા (રહે. અંજાર મૂળ રહે. રતનાલ, અંજાર)ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી લેવાયેલાં ૧૩.૫૧ લાખના તલનો પૂરેપૂરો જથ્થો રિકવર કર્યો છે. તદુપરાંત, ૨.૬૨ લાખની કિંમતનો ૫ ટન ધાણા પાઉડરનો જથ્થો રિકવર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ ત્રિપુટી સહિત સાત જણાં સામે પોતાના મળતિયા ટ્રક ડ્રાઈવરોને ટ્રાન્સપોર્ટ પેઢીમાં નોકરીએ રખાવીને, તેમને ફોડીને અથવા અંધારામાં રાખીને, મુંદરાના ભોરારા પાસે આવેલી મોમાય હોટેલ પાછળ ટ્રકોને ઊભી રખાવીને માલ ચોરી લેવાની બે દિવસ પૂર્વે મુંદરા પોલીસ મથકે ગળપાદરના ટ્રાન્સપોર્ટરે ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ આર.જે. ઠુમર તપાસ ચલાવી રહ્યા છે.
Share it on
|