|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામે પિતાએ સંતાનોની નજર સમક્ષ માતાને છરી વડે રહેંસી નાખી હોવાનો બનાવ બહાર આવ્યો છે. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. મુંદરા મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ હત્યાનો બનાવ ગત રાત્રે સાડા બારથી એકના અરસામાં બન્યો હતો. અભુ મામદ ગોધે મધરાતે ચા બનાવવાના બહાને પત્ની હવાબાઈ (ઉ.વ. ૪૭)ને ઉઠાડી હતી. ત્યારબાદ ત્રણ દીકરીઓ અને એક દીકરો જે બે જુદાં જુદાં રૂમમાં સૂતા હતા તે બે બંને રૂમના દરવાજા બહારથી બંધ કરી દઈ છરી વડે પત્ની પર તૂટી પડ્યો હતો. માતાની રાડારાડના પગલે સૂતેલાં સંતાનો જાગી ગયાં હતા અને મોટી દીકરીએ બારી વાટે હત્યાના બનાવને નજરોનજર જોયો હતો. રાડારાડ બાદ અભુ ઘર બહાર નાસી ગયો હતો.પતિ પત્ની વચ્ચે ચાલતાં ઘરકંકાસમાં કોઈક મુદ્દે પતિએ પત્નીની હત્યા જેવો ગંભીર ગુનો આચર્યો છે. બનાવ અંગે મુંદરા મરીન પીઆઈ પી.કે. રાડાએ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Share it on
|