કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાની અલકનંદા સોસાયટીમાં રહેતા વકીલના બંધ ઘરમાં ત્રાટકેલાં તસ્કરોએ ૧૩ તોલા સોનાના ઘરેણાં, ૮૦ હજારની રોકડ રકમ અને મોબાઈલ ફોન વગેરે મળી ૩.૬૫ લાખની માલમતાની ચોરી કરી છે. ચોરીનો બનાવ ૦૮-૦૫-૨૦૨૪ના સાંજે ૬ કલાકથી લઈ ૦૯-૦૫-૨૦૨૪ના સવારે દસ વાગ્યાના અરસામાં બન્યો હોવાનું લખાવાયું છે. ફરિયાદી મોહમ્મદ ઈકબાલ માંજલિયા એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. ૦૮-૦૫-૨૦૨૪ની સાંજે ઘરને તાળું મારી વતન લુણી ગયેલાં અને તેમના પત્ની માંડવીસ્થિત પિયરે ગયેલાં. બીજા દિવસે કામવાળીએ ઘરના દરવાજા પર ફક્ત કડી મારેલી હોવાનું જણાવતાં ફરિયાદી તત્કાળ ઘેર દોડી આવ્યા હતા. તસ્કરો બેડરૂમમાં રાખેલી લોખંડની તીજોરીને તોડી તેમાં રહેલી ૩.૬૫ લાખની મૂલ્યવાન ચીજવસ્તુ ચોરી ગયાં હતાં. મુંદરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|