click here to go to advertiser's link
Visitors :  
20-Oct-2026, Tuesday
Home -> Mundra -> Double Murder in Mundra Over Illicit Relationship Two Killed in Violent Clash
Monday, 19-Oct-2026 - Mundra 8698 views
આડા સંબંધોની આશંકામાં મુંદરામાં ડબલ મર્ડરઃ હિંસક ઝઘડામાં સામસામે બેનાં મોત
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ પરિણીતા સાથે આડા સંબંધોની આશંકામાં મુંદરામાં પરિણીતાના પ્રેમી, પતિ અને પતિના મિત્ર વચ્ચે થયેલાં હિંસક ઝઘડામાં પ્રેમી અને પતિના મિત્રના મોત થયાં છે. પતિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુંદરાના વિભાગીય પોલીસ અધિકારી ગૌતમ વિવેકાનંદને જણાવ્યું કે આદિપુરનો શંકર ગઢવી તેના મિત્ર પ્રકાશ સુથાર સાથે આજે મુંદરા આવ્યો હતો. શંકરની પત્ની જોડે મુંદરાના જયરાજ સરવૈયાને આડા સંબંધો હોવાની શંકાના પગલે તેમની જયરાજ જોડે માથાકૂટ થયેલી.

જેમાં છરી જેવા તીક્ષ્ણ હથિયારથી થયેલાં સામસામા હુમલામાં ગંભીર ઈજાથી પ્રકાશ સુથાર અને જયરાજ સરવૈયાના મોત નીપજ્યાં છે. શંકરને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો છે.  આજે સમી સાંજે મુંદરાના બારોઈ રોડ પર આવેલા સૂર્યાનગર સોસાયટી પાસે બનેલી હિંસક ઘટના અંગે મુંદરા પોલીસે ગહન તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ જયરાજ સરવૈયા મુંદરામાં શાકભાજીનો વેપારી હતો. આદિપુરનો શંકર ઊર્ફે વિજય ગઢવી તેના વાહનોનું ડ્રાઈવીંગ કરતો હતો. જયરાજના પત્ની સાથેના આડા સંબંધો ધ્યાનમાં આવતાં યુગલ વચ્ચે  મતભેદો થયેલાં. છએક માસથી શંકર પત્નીને ત્યજીને આદિપુર રહેવા જતો રહ્યો હતો. તેની પત્ની એકલી સૂર્યાનગરમાં રહેતી હતી. 

Share it on
   

Recent News  
વિદેશથી આયાત જૂની પરંતુ કાર્યક્ષમ અને સલામત મશિનરીને પ્રોત્સાહન આપવા રજૂઆત
 
RTI અરજીનો ૩૦ દિવસના બદલે ૧૧૭મા દિવસે ક્લાર્કે મૌખિક જવાબ આપ્યોઃ માહિતી નહીં મળે
 
અંધારામાં ૭ કિ.મી. ચાલીને પધ્ધર પોલીસ નિર્જન રણમાં ચાલતી જુગાર ક્લબ પર ત્રાટકી