click here to go to advertiser's link
Visitors :  
17-Jun-2026, Wednesday
Home -> Mundra -> Attack Leads Terrified Bukhari to Ingest Phenyl In Mundra Land Conflict
Monday, 16-Feb-2026 - Mundra 46236 views
મુંદરામાં કિંમતી જમીનના વિખવાદમાં બુખારી પર હુમલોઃ ડરેલાં બુખારીએ ફિનાઈલ પીધું
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરામાં કિંમતી જમીનના વિખવાદમાં બુખારી પીર દરગાહના બુખારી પર એક શખ્સે તેના ત્રણ સાગરીતો મારફતે હુમલો કરાવ્યો હોવાનો બનાવ બન્યો છે. હુમલા બાદ ગભરાઈ ગયેલાં બુખારીએ ચિઠ્ઠી લખીને ફિનાઈલ પીને મરવા પ્રયાસ કર્યો હતો પરંતુ સઘન સારવાર મળતાં બચી ગયાં છે.

મુંદરાની શાહબજાર પાસે આવેલી બુખારી પીરની દરગાહના બુખારી ૫૫ વર્ષિય ઈર્શાદ ઊલ હક્ક નૌશાદમિંયા બુખારી ગત ગુરુવારે સવારે પોતાનું મોપેડ લઈને મુંદરાની સાનિયા સોસાયટીમાં આવેલા પ્લોટ પર ચક્કર મારવા ગયેલાં. ચક્કર મારીને પરત ફરતાં હતા ત્યારે રસ્તામાં ત્રણ જણે તેમને ‘હનીફભાઈનો ફોન છે’ કહીને ઊભાં રખાવેલાં. ત્રિપુટી પૈકીનો એક જણો સમીર જત હતો અને બાકીના બે અજાણ્યા યુવકો હતા.

પ્રોપર્ટી પર આવવાની મનાઈ છે તેવી ફોન પર ધમકી

ત્રણે જણે સ્પીકર પર ફોન રાખીને હનીફ જોડે વાત કરાવેલી. હનીફે ભૂંડી ગાળો ભાંડીને બુખારીને ધમકી આપેલી કે ‘તારે અને તારા પાર્ટનર બટુકસિંહને આ પ્રોપર્ટીમાં આવવાની મનાઈ છે. ફરી અહીં આવ્યો તો જાનથી મારી નાખીશ’ હનીફે ફોન પર તેના માણસોને હુમલો કરવા સૂચના આપતાં ત્રિપુટીએ તેમને મુક્કાં લાતોથી મુઢ માર માર્યો હતો.

હુમલાથી ગભરાઈ ગયેલાં બુખારીએ ઘરે આવીને મરણચિઠ્ઠી લખીને ફિનાઈલ પી લીધું હતું. જો કે, તત્કાળ સારવાર મળી જતાં તેમનો બચાવ થયો છે.

મૂલ્યવાન પ્રોપર્ટીના વિખવાદમાં પોતાના પર હુમલો કરાયો હોવાનું અને તેની પાછળ મુંદરા તથા માંડવી રહેતા સત્તાધારી પાર્ટીના કેટલાંક મોટાં માથાંનો પણ દોરીસંચાર હોવાનો બુખારીએ ગંભીર આરોપ કર્યો છે. બનાવ અંગે મુંદરા પોલીસે હનીફ હસનઅલી જત, સમીર જત અને અન્ય બે અજાણ્યા યુવકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
શિરવામાં ગેરકાયદે મકાનો તોડી પડાવાનો ખાર રાખીને ગામના યુવક પર જીવલેણ હુમલો
 
યુવતીએ ટ્રાન્સપોર્ટરને દોસ્તીની જાળમાં ફસાવી પતિ સાથે મળી ૪.૬૭ લાખનો માલ પડાવ્યો
 
નુંધાતડમાં ખનિજ ચોરીના સુવ્યવસ્થિત કારસાનો પર્દાફાશઃ ફ્લાઈંગ સ્ક્વોડનું ઓપરેશન