click here to go to advertiser's link
Visitors :  
21-Sep-2026, Monday
Home -> Mundra -> APSEZ Crosses 500 MMT Cargo Milestone Reinforcing Its Role in Indias Growth Story
Wednesday, 01-Apr-2026 - Mundra 38204 views
અદાણી પોર્ટ & SEZએ ૫૦૦ MMT કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક માઈલસ્ટોન પાર કર્યો
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ ૫૦૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ કરી એક ઐતિહાસિક માઈલસ્ટોનને પાર કર્યો છે. અદાણી જૂથ દેશનું સૌથી મોટું પ્રાઈવેટ પોર્ટ ઓપરેટર છે. ૧૯૯૮માં મુંદરાના એક પોર્ટ આધારિત બિઝનેસથી લઈ આજે દુનિયામાં ૧૯ પોર્ટ અને ટર્મિનલ્સના નેટવર્ક સુધી અદાણી પોર્ટે ભારતનું સૌથી મહત્વનું એકીકૃત પરિવહન અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ વિકસાવ્યું છે.

આ સિદ્ધિ અદાણી પોર્ટસના વિકાસમાં એક વિશેષ ક્ષણ છે અને તે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત પરિવર્તનની વધતી તાકાતને રેખાંકિત કરે છે. આ ના કેવળ માત્ર એક સિદ્ધિ છે પરંતુ તે અદાણી જૂથની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા, ઓપરેશનલ શિસ્ત અને રાષ્ટ્રીય હેતુ પર આધારિત વિશ્વકક્ષાના લોજિસ્ટિક્સ પ્લેટફોર્મનો ઉદય દર્શાવે છે.

આ અવસરે બોલતાં અદાણી ગૃપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ કહ્યું કે ‘પોર્ટ માત્ર વેપારના પ્રવેશદ્વાર નથી, તે રાષ્ટ્રીય આત્મવિશ્વાસ, સ્પર્ધાત્મકતા અને ભવિષ્યના પ્રવેશદ્વાર છે. હું અમારા ગ્રાહકો, ભાગીદારો અને અદાણી પોર્ટસ પરિવારના દરેક સભ્યનો આભાર માનું છું. જેમના સમર્પણ અને વિશ્વાસથી આ માઈલસ્ટોન શક્ય બન્યો છે.

ગૌતમભાઈએ ઉમેર્યું કે હું કેન્દ્ર અને રાજ્ય સરકારોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, તેમની નીતિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યેની પ્રતિબદ્ધતાએ અદાણી પોર્ટસના વિકાસનો પાયો બનાવ્યો છે. આ સિધ્ધિ ભારતની વિકાસ ગાથા પર અમારા દાયકાઓના વિશ્વાસનો સંકેત છે.

વર્ષોથી અમે માત્ર પોર્ટ જ નહીં, પરંતુ રેલ, રોડ, ટ્રકિંગ, વેરહાઉસ અને કાર્ગો ગેટવે સહિતનું અજોડ એકીકૃત પરિવહન અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બનાવ્યું છે. અદાણી પોર્ટસની સર્વશ્રેષ્ઠ ક્ષમતા હજુ આગળ વધશે. સાથે ભારતની સર્વશ્રેષ્ઠ ક્ષમતા પણ વધશે.  

ઉલ્લેખનીય છે કે અદાણી પોર્ટસને પ્રથમ ૧૦૦ મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચવામાં ૧૬ વર્ષ લાગ્યા હતા. આ સિધ્ધિ તેના પ્લેટફોર્મના વધતા સ્કેલ, કાર્યક્ષમતા, સ્થિરતા અને વ્યૂહાત્મક ઊંડાણને દર્શાવે છે.

૨૦૩૦ સુધી ૧ બિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનું લક્ષ્ય

આ માઈલસ્ટોન સાથે અદાણી પોર્ટસ ૨૦૩૦ સુધીમાં ૧ બિલિયન ટન કાર્ગો હેન્ડલિંગના પોતાના આગલા મોટા લક્ષ્ય તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે. વર્તમાન કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ૬૩૩ મિલિયન ટન પ્રતિ વર્ષ સાથે, એપીએસઈઝેડ ભારતના કુલ પોર્ટ વોલ્યુમના આશરે ૨૮% હિસ્સો ધરાવે છે અને ૨૦૩૦ સુધીમાં ૧ બિલિયન ટન થ્રુપુટનું લક્ષ્ય રાખે છે.

Share it on
   

Recent News  
LCBએ વાડીમાં JCBની મદદથી દિવાલ તોડાવીને ૧૮.૭૧ લાખનો દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો
 
અડધી રાતે એક્ટિવ થતાં ડ્રગ્ઝ પેડલરો પર મુંદરા પોલીસનો પ્રહારઃ એક રાતમાં ૩ રેઈડ
 
ગાંધીધામઃ નિર્જન ઝાડીમાં ગળેટૂંપો આપી મહિલાની ઘાતકી હત્યાઃ રેપ વીથ મર્ડરની આશંકા