click here to go to advertiser's link
Visitors :  
23-Jan-2026, Friday
Home -> Mundra -> Adani Ports to Develop Nana Kapaya as Model Village Plans New CC Roads
Friday, 23-Jan-2026 - Mundra 1204 views
અદાણી પોર્ટ મુંદરાના નાના કપાયાને મોડલ વિલેજ બનાવવા કટિબધ્ધઃ સીસી રોડ બનાવાશે
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના નાના કપાયા ગામમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સીસી રોડનું નિર્માણ કરાશે. અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહની ઉપસ્થિતિમાં ગુરુવારે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રોડ નિર્માણથી ગામની આંતરિક આવન જાવન વધુ સરળ બનશે. અદાણી ફાઉન્ડેશન ગામના વિકાસમાં હંમેશા સાથે રહ્યું છે. શિક્ષણ, આરોગ્ય, આજીવિકા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં વિવિધ કાર્યો દ્વારા ગામના લોકોના જીવનને વધુ બહેતર બનાવવાનો સતત પ્રયાસ કરી

આ કાર્યક્રમ ગામ અને અદાણી ફાઉન્ડેશન વચ્ચેના સહકાર અને વિકાસની મજબૂત ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે. આ પ્રસંગે નાના કપાયા, બોરાણા જૂથ પંચાયતના સરપંચ જખુભાઇ મહેશ્વરીએ રક્ષિતભાઈનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે રક્ષિતભાઈએ જણાવ્યું હતું કે નાના કપાયા ગામ અમારા હૃદયની સૌથી નજીક છે. આ ગામને મોડલ ગામ બનાવવા માટે સૌ સાથે મળીને પ્રયાસ કરશું.

ગામના અગ્રણી નાગશીભાઈ ગઢવીએ આ કાર્યને ગ્રામજનો માટે ખૂબ ઉપયોગી ગણાવ્યું હતું તેમજ અત્યાર સુધી અદાણી ફાઉન્ડેશન દ્વારા કરાયેલા વિવિધ કાર્યો માટે ગ્રામજનો અને પંચાયત તરફથી પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ગામનાં ઉપ સરપંચ પ્રફુલાબા ઝાલા, મુંદરા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન સોધમ, કપાયા મહેશ્વરી સમાજના પ્રમુખ સામજીભાઈ સોધમ, ગઢવી સમાજના પ્રમુખ રામભાઈ ગઢવી, ગ્રામ પંચાયત સભ્ય સકુરભાઈ સુમરા, અદાણી ફાઉન્ડેશન મુંદરા સી.એસ.આર હેડ કિશોરભાઈ ચાવડા, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, ગ્રામજનો, અદાણી ફાઉન્ડેશનના અધિકારીઓ  તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન નાના કપાયા વાડી વિસ્તારના આચાર્ય અર્જુનભાઈએ કર્યું હતું અને આભારવિધિ અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિ કરસનભાઈ ગઢવીએ કરી હતી.

Share it on
   

Recent News  
પોતાને ગાંધીધામનો ડોન માની આતંક મચાવનારા રીઢા આરોપીને ગુજસીટોકમાં જામીનનો ઈન્કાર
 
સસ્તાં સોનાના નામે ૨૯ લાખની ઠગાઈ કરનાર બે આરોપી LCBની ગિરફ્તમાં: ૨૪ લાખ રીકવર
 
ભુજઃ શિક્ષક જોડે ૩૨.૮૨ લાખના સાયબર ફ્રોડમાં ઝડપાયેલાં અ’વાદના બેના જામીન નામંજૂર