click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Mundra -> Adani Mundra Airport Marked 10K Passengers in 52 Days since June 23rd
Friday, 14-Aug-2026 - Mundra 18803 views
અદાણી મુંદરા એરપોર્ટ પરથી બાવન દિવસમાં ૧૦ હજાર પ્રવાસીઓએ ઉડાન ભરી
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ ૨૩ જૂનથી મુંદરા ખાતે શરૂ થયેલાં અદાણી મુંદરા એરપોર્ટ ટર્મિનલનો બાવન દિવસ દરમિયાન ૧૦ હજાર પ્રવાસીઓએ લાભ લીધો છે. ૨૩ જૂને મુંદરા એરપોર્ટના આધુનિક એરપોર્ટ ટર્મિનલ પરથી દેશનાં વિવિધ શહેરોને જોડતી હવાઈ સેવા શરૂ થયેલી. આટલા ટૂંકા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરીને નવા એરપોર્ટે કચ્છની હવાઈ કનેક્ટિવિટીના અધ્યાયને વધુ મજબૂત બનાવ્યો છે.

અદાણી ગૃપ દ્વારા વિકસાવવામાં આવેલા આ વિશ્વસ્તરીય એરપોર્ટ પર સ્ટાર એરની વિવિધ એરલાઇન સેવાઓ કાર્યરત છે. દેશના મહાનગરો સાથે સીધી તેમજ વન-સ્ટોપ કનેક્શન્સ દ્વારા મુંદરા હવે કચ્છનું મહત્વનું સિવિલ એવિએશન હબ બની ગયું છે. ભુજ અને કંડલા પછી આ ત્રીજું હબ ઝડપથી મુસાફરોનો વિશ્વાસ જીતી રહ્યું છે.

૧૯૦૦ મીટર લાંબો રન વે અને આધુનિક ટર્મિનલ સુવિધાઓ. સરળ ચેક-ઇન, વેઇટિંગ લાઉન્જ, વ્હિલચેર સુવિધા અને એરકન્ડિશન્ડ ફૂડ કૉર્ટ, સ્ટાર એરની નિયમિત અને વિશ્વસનીય ઉડાનો, કચ્છના ઔદ્યોગિક વિકાસ, પોર્ટ-લેડ ઈકોનોમી અને કચ્છના પર્યટનને કારણે વધતી માગને લીધે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

આ આંકડા દર્શાવે છે કે મુંદરા માત્ર ભારતનું સૌથી મોટું ખાનગી કૉમર્સિયલ પોર્ટ જ નહીં, પરંતુ હવાઈ કનેક્ટિવિટીનું પણ ઝડપથી વિકસતું કેન્દ્ર બની રહ્યું છે.

વ્યાવસાયિક મુસાફરો, ઉદ્યોગ સાથે જોડાયેલાં લોકો, બહાર વસતાં કચ્છીઓ અને પર્યટકો માટે આ એરપોર્ટ સમય અને અનુકૂળતાની દ્રષ્ટિએ મોટી સુવિધા સાબિત થઈ રહ્યું છે.

અદાણી ગૃપ અને સ્ટાર એરની પહેલથી કચ્છના વેપાર ઉદ્યોગ અને પ્રવાસનને નવી ગતિ મળી રહી છે. મુંદરા એરપોર્ટ હવે કચ્છને દેશના મુખ્ય શહેરો સાથે જોડતું મજબૂત એકમ બની ગયું છે. આ સફળતા અદાણી ગૃપના વિકાસ મોડલ અને સ્ટાર એરની રીજનલ કનેક્ટિવિટી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?