click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Gandhidham -> POCSO Accused arrested within few hours by Samkhiyali Police
Friday, 14-Aug-2026 - Samkhiyali 33113 views
સામખિયાળીઃ ૧૧ વર્ષની દીકરીની લાંબા સમયથી જાતીય સતામણી કરતો યુવક ઝડપાયો
કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ પોતાના નિકટના સંબંધીની ૧૧ વર્ષની દીકરી પર નજર બગાડી છેલ્લાં દોઢેક વર્ષથી તેને જાતીય સતામણી કરી રહેલાં યુવકને સામખિયાળી પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. પોલીસ પકડેલા ભરત જગદીશભાઈ સુથાર (રહે. સામખિયાળી) વિરુધ્ધ ગઈકાલે દીકરીના સ્વજને પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતના ગુનાઓની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. ભરત અવારનવાર મોકો મળ્યે દીકરી સાથે શારીરિક અડપલાં કરતો.

દીકરીને ધમકી આપતો કે ‘જો કોઈને વાત કરી છે તો તને તળાવમાં ડૂબાડીને મારી નાખીશ’ તેની સતામણી સતત વધતી ગઈ હતી. આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવને ગંભીરતાથી લઈ સામખિયાળી પીઆઈ જે.એમ. ઝાલા સહિતની ટીમે ગુનો દાખલ કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?