click here to go to advertiser's link
Visitors :  
21-Sep-2026, Monday
Home -> Mundra -> 3rd Major Power Theft Busted at Bhadreshwar Salt Factory
Friday, 19-Jun-2026 - Mundra 40605 views
ભદ્રેશ્વરના એ નમક કારખાનામાં સતત ત્રીજી વખત મોટી વીજ ચોરીનો થયો પર્દાફાશ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના ભદ્રેશ્વર ગામની સીમમાં આવેલા મીઠાના કારખાનામાંથી વીજ વિજિલન્સની ટીમે ૧ કરોડ ૫ લાખની વીજ ચોરીનો પર્દાફાશ કરતાં કચ્છમાં ભારે ચકચાર વ્યાપી ગઈ છે. વિજિલન્સની ટીમે દરોડાની કામગીરીનો વીડિયો રેકોર્ડ કરીને કારખાનામાં હાજર ભારુભાઈ રામજી મ્યાત્રા નામના શખ્સ સાથેના ફોટો વીડિયો કેપ્ચર કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં છે. ભારુભાઈ કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુળજીભાઈ મ્યાત્રાનો ભાઈ છે.

મુંદરાના નાયબ ઇજનેર એમ.આર. મોદીએ જણાવ્યું કે ‘આ કારખાનામાંથી સતત ત્રીજી વખત મોટી વીજ ચોરી પકડાઈ છે. અગાઉ ૨૦૧૮માં ૨૦ લાખની વીજ ચોરી પકડાયેલી, ગયા વર્ષે ૨૦૨૫માં ૮૦ લાખની વીજ ચોરી પકડાયેલી અને હવે ૧ કરોડ ૫ લાખની વીજ ચોરી પકડાઈ છે’ ૨૦૧૮માં વીજ ચોરી પકડાઈ ત્યારે વીજ જોડાણ નારાણ રૂડા મરંડના નામે બોલતું હતું. ત્યારબાદ વીજ જોડાણમાં નામ તબદિલ કરાયેલું અને હાલ વીજ ગ્રાહક તરીકે શૈલેષ શામજીભાઈ આહીરનું નામ બોલે છે. શૈલેષ ભારુભાઈના પુત્રનો સાળો હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મુળજીભાઈના ત્રીજા ભાઈ રણધીરના પુત્ર રીતેશની બુધવારે ભચાઉ પોલીસે અઢી કરોડની મીઠા ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી.

Share it on
   

Recent News  
નકલી પાસપોર્ટ વિઝા પર ભારતમાં ગેરકાયદે રહેતી નાઈજીરિયન મહિલાને ૨ વર્ષની સખ્ત કેદ
 
LCBએ વાડીમાં JCBની મદદથી દિવાલ તોડાવીને ૧૮.૭૧ લાખનો દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો
 
અડધી રાતે એક્ટિવ થતાં ડ્રગ્ઝ પેડલરો પર મુંદરા પોલીસનો પ્રહારઃ એક રાતમાં ૩ રેઈડ