મુંબઈના બાન્દ્રા ઉપનગરના ઈસ્ટ ભાગમાં આવેલા બહેરામપાડામાં ગઈકાલે સવારે પાણીની 72 ઈંચની મોટી પાઈપલાઈન ફાટતાં તેનું પાણી નજીકની ઈન્દિરાનગર ઝુંપડપટ્ટી પર ફરી વળતાં બે બાળકનાં મોત નિપજ્યાં હતા. આ દુર્ઘટના બાન્દ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન પરિસરમાં બની હતી. પાઈપલાઈન ફાટતાં પાણી આસપાસનાં ઝુંપડાઓમાં ઘુસી ગયું હતું. પાઈપ લાઈન ફાટતાં પાણી એટલા જોરદાર પ્રવાહ સાથે વહેવા માંડ્યું હતું કે બે નાનાં બાળકો એમાં તણાઈ ગયા હતા. સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેથી રાહદારીઓ અને વાહનચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. દુર્ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફસાઈ ગયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પાણીનું પ્રેશર ખુબ હોવાને કારણે ફાયર બ્રિગેડના જવાનોને પાઈપલાઈનનું સમારકામ કરવામાં તકલીફ પડી હતી અને બપોર પછી પરિસ્થિતિ અંકુશમાં આવી હતી.
Share it on
|