મુંબઇમાં એલફિન્સ્ટન રેલવે બ્રિજ પર થયેલી ભાગદોડમાં મૃત્યુ પામલા લોકોના મૃતદેહોની ઓળખ માટે માથે નંબર લખવાને લઇને શિવસેનાના બે કાર્યકર્તાઓએ KEM હોસ્પિટલના ડૉક્ટર સાથે ખરાબ વર્તન કરી માર માર્યો છે અને ડૉક્ટરના કપાળ પર પણ નંબર લખવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ ઘટનાને લઇને ડૉક્ટરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે શિવસેનાનાં કાર્યકર્તા વિરૂદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. ઉલ્લેખનીય છે કે એલફિન્સ્ટન બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોના મૃતદેહોની શોધ માટે આમ-તેમ ભટકી રહ્યાં હતા ત્યારે હોસ્પિટલના વહીવટતંત્રએ નોટિસ બોર્ડ પર મૃતકોના ફોટા લગાવ્યા બાદ ભારે હોબાળો થયો હતો. હોસ્પિટલના વહિવટીતંત્રએ મૃતકોના તસવીરની સાથે તેમના માથા પર નંબર લખેલા હોવાથી મૃતકોના પરિવારજનોની લાગણી દુભાઇ હતી અને વહિવટિતંત્રને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
Share it on
|