કચ્છખબરડૉટકોમ, મુંબઈઃ ગણેશોત્સવની કચ્છભરમાં સર્વત્ર ધૂમ છે. ત્યારે મુંબઈની બોરા બજાર (ફોર્ટ)માં કચ્છી વેપારીઓ-યુવક મંડળ દ્વારા દબદબાભેર કચ્છ ચા રાજાની સ્થાપના કરવામાં આવી છે. બહુચરાજી ગૃપ દ્વારા છેલ્લાં 8 વર્ષથી બોરા બજારમાં ગણપતિ ઉત્સવની હોંશભેર ઉજવણી થાય છે. ગઈકાલે દાંડીયા રાસના તાલે આનંદોલ્લાસથી કચ્છ ચા રાજાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. સૌથી વિશેષ બાબત એ છે કે, ગજાનનની આ પ્રતીમા સંપુર્ણપણે ઈકો ફ્રેન્ડલી છે અને ખાસ રાપરના ગ્રામ્ય સેવા સંગઠન પાસેથી ખરીદવામાં આવી છે. આ પ્રતીમાનું નિર્માણ સંકુલમાં આશ્રય લઈ રહેલાં અનાથ, વિકલાંગ અને મંદબુધ્ધિના ભાઈ-બહેનો દ્વારા કરવામાં આવ્યું છે. આગામી પાંચમી સપ્ટેમ્બર સુધી કચ્છના રાજા ફોર્ટ સ્ટ્રીટમાં બીરાજમાન રહેશે. રોજ સવાર-સાંજ તેમને ભવ્ય આરતી કરવામાં આવે છે અને દરરોજ રાત્રે દાંડીયારાસ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Share it on
|