click here to go to advertiser's link
Visitors :  
18-Sep-2026, Friday
Home -> Mandvi -> Two Lady Accused in Extortion and Honey Trap Steal Mangalsutras in Mandvi Read More
Friday, 18-Sep-2026 - Mandvi 1173 views
ભુજની કુખ્યાત કુસુમ અને મુમતાઝે માંડવીમાં સાસુ વહુના મંગળસૂત્ર ચોર્યાનો ઘટસ્ફોટ
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના શિરવા ગામના વાડી વિસ્તારમાં રહેતા આધેડ ખેડૂત દંપતીના ઘરમાં ભેદી સંજોગોમાં ચોરાયેલાં ૯ લાખની કિંમતના બે મંગળસૂત્રની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે. પોલીસે સગપણના બહાને ખેડૂત દંપતીના ઘરે ગયેલી માનકૂવા-ભુજની બે કુખ્યાત મહિલાઓની અટકાયત કરી છે. બાવન વર્ષિય હિરજીભાઈ લાલજીભાઈ હાલાઈના બે પુત્રો કામધંધાર્થે વિદેશ સ્થાયી થયેલાં છે. મોટા પુત્રની પત્ની અને ત્રણ સંતાનો સ્થાનિકે રહે છે.

૩૨ વર્ષના નાના પુત્રના લગ્ન બાકી હોઈ હિરજીભાઈ સગાં વહાલાઓને તે અંગે વાત કરી સારા ઘરની છોકરીઓ શોધતા હતા.

છોકરી બતાવવાના બહાને ઘરમાં ઘૂસી ચોરી કરેલી

હિરજીભાઈ પુત્રના સગપણ માટે કન્યા શોધતાં હોવાનું જાણીને ભુજની કુસુમ નારણ વરસાણી (પટેલ) અને મુમતાઝ ઊર્ફે રઝીયા લિયાકત ઉન્નડ તેમના ઘરે એક લગ્નોત્સુક યુવતીને લઈને ગયેલાં. કપડાં સરખાં કરવાના બહાને કુસુમ અને મુમતાઝે રૂમમાં એકલાં પ્રવેશીને વારાફરતી સાસુ વહુના મંગળસૂત્રોની ચોરી કરી હતી. મંગળસૂત્રની ચોરી અંગે હિરજીભાઈને કુસુમ અને મુમતાઝ પર શંકા હોઈ ફરિયાદમાં તેમના નામ લખાવ્યાં હતા. માંડવી પીઆઈ ચેતક બારોટે બેઉ મહિલાની પૂછપરછ કરતાં તેમની સંડોવણી સ્પષ્ટ થઈ છે. પોલીસે બેઉની અટક કરી લીધી છે.     

પાંચ માસ અગાઉ ભુજના ચોરી કેસમાં બેઉ પકડાયેલી

ગત માર્ચ માસમાં ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા નિવૃત્ત સરકારી શિક્ષકના ઘરમાં સાડા ૭ તોલાના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરીના ગુનામાં ભુજ બી ડિવિઝન પોલીસે પાંચ માસ અગાઉ ૧૭-૦૪-૨૦૨૬ના રોજ કુસુમ વરસાણી, મુમતાઝ ઉન્નડ અને જાનકી ચાવડાની ધરપકડ કરેલી. શિક્ષકના વયોવૃધ્ધ પત્ની ઘરમાં બ્યૂટી પાર્લર ચલાવતાં હોઈ ત્રણે જણીએ મેક અપ કરાવવાના બહાને જઈને તેમની નજર ચૂકવીને ચોરી કરેલી. ચોરીનો પ્લાન કુસુમ વરસાણીએ ઘડ્યો હતો.

કુસુમ મુમતાઝ હની ટ્રેપની અઠંગ ખેલાડી

કુસુમ અને મુમતાઝ ભુજ, માનકૂવા, ગાંધીધામ સહિતના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલાં હની ટ્રેપ અને ખંડણીના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલી છે. પોલીસના જણાવ્યા મુજબ કુસુમ, મુમતાઝ અને જાનકીની ત્રિપુટી હની ટ્રેપના ગોરખધંધાની જૂની ખેલાડી છે. ૨૦૨૨માં કુસુમે અન્ય સાગરીત જાનકી ચાવડા સાથે મળીને સુખપરના એક યુવકને શરીર સુખ માણવાની લાલચ આપી બોલાવી, નકલી પોલીસના નામે રેઈડ પડાવી ૧૨.૧૬ લાખ રૂપિયા પડાવ્યાં હતાં. જે અંગે માનકૂવામાં ફરિયાદ નોંધાયેલી. કુસુમ અને જાનકીની જોડીએ ગાંધીધામમાં કંડલા પોર્ટના નોકરિયાતને નિશાન બનાવી, વીડિયો વાયરલ કરવાની તથા રેપની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી બ્લેકમેઈલ કરીને અન્ય સાગરીતો સાથે મળીને ટુકડે ટુકડે ૨૩ લાખ પડાવેલાં. જે અંગે ૨૧-૧૨-૨૦૨૪ના રોજ ગાંધીધામ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાયેલી.

માંડવીના યુવાન સંતને પણ ટાર્ગેટ કરેલો

કુસુમે નમો નમોનો જાપ જપતાં ભુજના એક તોડબાજ પત્રકાર સાથે મળીને બે ત્રણ વર્ષ અગાઉ માંડવી નજીક આવેલા ગુરુકુળના યુવાન સંતને હની ટ્રેપ કરી, ફોન સેક્સની ક્લિપના આધારે ખંડણી માંગેલી. તે અંગે કચ્છખબરે પર્દાફાશ કરતાં કુસુમ અને તોડબાજ પત્રકાર બેઉ ફફડી ગયેલાં. પોલીસે પણ તપાસ શરૂ કરતાં બેઉ જણે માફામાફી કરીને વીડિયો ડિલિટ કરી દઈને ફરિયાદથી બચી ગયાં હતાં. મુમતાઝ સામે ૨૦૧૭માં માનકૂવા અને ૨૦૨૨માં ભુજ એ ડિવિઝન પોલીસ મથકે હની ટ્રેપ અને ખંડણીની ફરિયાદો નોંધાયેલી છે.                                                                                                                                                                                                                                                                                                                                                                     

Share it on
   

Recent News  
નખત્રાણાઃ ખેતમજૂરને ઊંધી કુહાડી મારી તેનું મોત નીપજાવી કેબલ લૂંટનાર બેલડી ઝડપાઈ
 
રાપરના નાની રવના ખૂન કેસમાં દોષી ઠરેલાં બે મિત્રોને ૭ અને ૪ વર્ષનો સખ્ત કારાવાસ
 
મધરાતે બાઈક લઈ ઘેટાં બકરાં ચોરી કરવા આવેલા બે અજ્ઞાત ઈસમોએ માલધારીને ગોળી મારી