કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના માપર ચાંગડાઈ ગામના સીમ વિસ્તારમાં વન વિભાગે બે શિકારીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મધરાત્રે સાડા બારના અરસામાં પેટ્રોલીંગમાં રહેલી માંડવી નોર્મલ રેન્જની ટીમે બાતમીના આધારે મામદ હુસેન ઈબ્રાહીમ જત અને સોહિલ ફકીરમામદ જત (બંને રહે. દેઢિયા, માંડવી)ને બે નંગ ટોર્ચ તથા ધોકા સાથે દબોચી લીધાં હતાં. પ્રાથમિક પૂછપરછમાં બેઉ જણે સસલાંનો શિકાર કરવા નીકળ્યાં હોવાનું કબૂલ્યું હતું.
પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, રેન્જ ફોરેસ્ટ ઑફિસર એમ.આઈ. પ્રજાપતિના માર્ગદર્શન તળે વનપાલ રામુભાઈ ગઢવી, વનરક્ષક નવીન ચારણ અને શિવરાજ મધુડાએ આ કામગીરી કરી હતી.
Share it on
|