કચ્છખબરડૉટકોમ, માંડવીઃ બંદરીય નગર માંડવીના હરિનગરના રહેણાંક મકાનમાં ગત મધરાત્રે ત્રાટકેલાં તસ્કરો ૨.૧૦ લાખ રોકડાં અને ૨.૭૦ લાખના ઘરેણાં મળી ૪.૮૦ લાખની માલમતાની ચોરી કરી છે. માંડવીમાં કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતા પ્રકૃતિબેન વોરાએ બનાવ અંગે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. ગત રાત્રે માંડવીમાં ધાર્મિક સંકીર્તનનો કાર્યક્રમ હોઈ ફરિયાદી રાત્રે ૧૧ વાગ્યે ઘરને તાળું મારી કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. પરોઢે ચાર વાગ્યે ઘરે પાછાં ફર્યાં ત્યારે તસ્કરો ઘરમાં હાથફેરો કરી ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. બારીની ગ્રીલ તોડીને તેના વાટે તસ્કરો ઘરમાં પ્રવેશ્યાં હતાં. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક એક્સપર્ટ, ડૉગ સ્ક્વૉડની મદદથી તસ્કરોનું પગેરું દબાવવા કવાયત્ હાથ ધરી છે.
Share it on
|