click here to go to advertiser's link
Visitors :  
09-Jan-2026, Friday
Home -> Bhuj -> Major reshuffle in West Kutch after DGP cracks down on rising liquor and gambling menace
Wednesday, 07-Jan-2026 - Bhuj 5077 views
પશ્ચિમ કચ્છમાં દારૂ જુગારની વકરેલી બદી સંદર્ભે DGPની લાલ આંખ બાદ મોટાપાયે ફેરબદલ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છમાં સ્થાનિક પોલીસની કથિત નિષ્ક્રિયતા વચ્ચે દારૂ જુગારની બેફામ બનેલી બદી સામે ગુજરાતના નવનિયુક્ત ઈન્ચાર્જ ડીજીપી ડૉ. કે. લક્ષ્મીનારાયણ રાવે કડક એક્શન લેવાનું શરૂ કર્યું છે. મુંદરાના પીઆઈ રાકેશ જે. ઠુંમરની સુરત ગ્રામ્યમાં બદલી કરી દેવાઈ છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ DGPના આદેશના પગલે માનકૂવાના ઈન્ચાર્જ પીઆઈ પી.પી. ગોહિલ તથા કેરા ઉપથાણાના જમાદાર એએસઆઈ વિજય ઘાંઘરને સસ્પેન્ડ કરી દેવાયા છે.
જો કે, બેઉના સસ્પેન્શન અંગે તથા કારણો અંગે સત્તાવાર રીતે એસપી આઈજી સહિતના એકે’ય ઉચ્ચ પોલીસ અધિકારી મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

ગત નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં મુંદરામાં સ્ટેટ મોનિટરીંગ સેલની બે વિવિધ ટીમે બે દિવસ સુધી મેગા ઓપરેશન હાથ ધરીને હરિયાણાથી રેલ માર્ગે આવેલા ત્રણ કરોડનો દારૂ ભરેલાં બે કન્ટેઈનર જપ્ત કર્યાં હતા. આ પ્રકરણમાં દોઢ મહિના બાદ આ ત્રણે અધિકારી કર્મચારી પર એક્શન લેવાયાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

નવા DGP એક્શનમાં આવતા તરેહ તરેહની ચર્ચા

સામાન્ય રીતે, સ્ટેટ લેવલની એજન્સી દ્વારા દેશી વિદેશી દારૂનો ક્વૉલિટી કેસ કરવામાં આવે તો સંબંધિત પોલીસ મથક અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના જવાબદારોના પૂછાણાં લઈ બેદરકારી દાખવવા સબબ કડક એક્શન લેવાતાં હોય છે. ત્યારે, આવા પ્રકરણમાં ખુદ ડીજીપીને આદેશ કરવા પડે તે બાબત કેસની ગંભીરતા દર્શાવી રહી છે.

પશ્ચિમ કચ્છમાં મોટાપાયે PI PSIની ફેરબદલ

આ ઘટનાક્રમ વચ્ચે આજે પશ્ચિમ કચ્છ એસપીએ જિલ્લામાં મોટાપાયે ફેરબદલ કરી છે. પશ્ચિમ કચ્છના ૧૨ પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક ફેરબદલ કરાઈ છે જે પૈકી લીવ રીઝર્વમાં રહેલા ૩ પીઆઈને પોલીસ મથકોમાં નિમણૂક મળી છે. એ જ રીતે, ૧૯ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની આંતરિક ફેરબદલ કરાઈ છે જે પૈકી લીવ રીઝર્વમાં રહેલા ૮ પીએસઆઈને ફિલ્ડમાં મૂકાયાં છે. નોંધનીય છે કે લાંબા સમયથી લોકલ ક્રાઈમ બ્રાન્ચનો વહીવટ ઈન્ચાર્જ પીઆઈના ભરોસે ગબડાવાતો હતો ત્યાં હવે નિયમિત પોલીસ ઈન્સ્પેક્ટરનું પોસ્ટીંગ કરાયું છે. એસઓજી પીઆઈની માનકૂવામાં બદલી કરાઈ છે.  

૧૨ પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી, જાણો કોણ ક્યાં ગયું

ભુજ બી ડિવિઝનના પીઆઈ એસ.એમ. રાણાની મુંદરા, પ્રાગપર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી. શિમ્પીની ભુજ બી ડિવિઝન,  ખાવડાના પીઆઈ વી.બી. પટેલની દયાપર, નખત્રાણાના પીઆઈ એ.એમ. મકવાણાની એલસીબી, દયાપરના પીઆઈ એસ.એન. ચુડાસમાની પ્રાગપર, એસઓજી પીઆઈ કે.એમ. ગઢવીની માનકૂવા, જિલ્લા ટ્રાફિક પીઆઈ જે.ડી. સરવૈયાની નખત્રાણા, લીવ રીઝર્વમાં રહેલા પીઆઈ વી.વી. ભોલાની માંડવી મરીન, લીવ રીઝર્વમાં રહેલા પીઆઈ એ.ડી. પરમાર અને પી.સી. સીંગરખીયાની એસઓજી, કોઠારાના પીઆઈ એચ.એસ. ત્રિવેદીની મુંદરા મરીન અને મુંદરા મરીનના પીઆઈ પી.કે. રાડાની કોઠારા પોલીસ મથકે બદલી કરાઈ છે.

૧૯ પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી, જાણો કોણ ક્યાં ગયું

માધાપરના પીએસઆઈ પી.એમ. રાજપૂત, લીવ રીઝર્વમાં રહેલા પીએસઆઈ એસ.ડી. પાદરીયા, એમ.કે. સુરુ અને એચ.આર. મોરીની ભુજ એ ડિવિઝન, ભુજ એ ડિવિઝનના બી.ડી. શ્રીમાળીની બી ડિવિઝન, બી ડિવિઝનના પીએસઆઈ વાય.એસ. ઝાલાની પધ્ધર, કોઠારાના એન.ડી. જાડેજાની માનકૂવા, લીવ રીઝર્વમાં રહેલા પીએસઆઈ વાય.કે. પરમારની મુંદરા મરીન, લીવ રીઝર્વમાં રહેલા પી.બી. જાડેજાની પ્રાગપર, ભુજ એ ડિવિઝનના પીએસઆઈ જે.જે. રાણાની ગઢશીશા, ભુજ એ ડિવિઝનના પીએસઆઈ એચ.સી. પરમારની નરા, ભુજ એ ડિવિઝનના પીએસઆઈ આર.જે. ગોહિલની જખૌ, લીવ રીઝર્વમાં રહેલા પીએસઆઈ જે.બી. જાદવની એલસીબી, જખૌના ડી.પી. ચુડાસમાની સાયબર સેલ, ભુજ સીટી ટ્રાફિક પીએસઆઈ ટી.બી. રબારીની એસઓજી, ભુજ એ ડિવિઝન પીએસઆઈ ડી.બી. લાખણોત્રાની ભુજ સીટી ટ્રાફિક, લીવ રીઝર્વમાં રહેલા પીએસઆઈ એચ.જી. દેવમણિની ભુજ એમઓબી, લીવ રીઝર્વ પીએસઆઈ એમ.એલ. વાઘેલાની પેરોલ ફર્લો સ્ક્વોડ, ભુજ બી ડિવિઝન પીએસઆઈ એચ.એચ. બ્રહ્મભટ્ટની જેઆઈસી ખાતે બદલી કરવામાં આવી છે.

Share it on
   

Recent News  
સુરક્ષા એજન્સીઓને ચકરાવે ચઢાવનાર પાકિસ્તાનીને ટ્રાયલ વિના પરત મોકલવા હુકમ
 
પૂર્વ કચ્છમાં LCB, ગાંધીધામ ને લાકડીયા પોલીસે ૩ દરોડામાં ૪૧.૨૪ લાખનો શરાબ ઝડપ્યો
 
રાપરઃ હોબાળો થયાં બાદ પાંચમા દિવસે માનસિક અસ્થિર બાળા પર બળાત્કારનો ગુનો નોંધાયો