click here to go to advertiser's link
Visitors :  
25-Jun-2026, Thursday
Home -> Mandvi -> Fury Over Fuel Biker Attacks Attendant for Filling Less Petrol in Gadhshisha
Saturday, 09-May-2026 - Bhuj 38567 views
૨૨૦ના બદલે ૧૦૦નું પેટ્રોલ પૂર્યું તો બાઈકચાલકે પંપ કર્મચારીનો હાથ ભાંગી નાખ્યો!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સરકાર ભલે દાવો કરતી હોય કે પેટ્રોલ ડીઝલનો પુરવઠો પર્યાપ્ત છે. પરંતુ, કચ્છમાં અંતરિયાળ વિસ્તારોમાં ડીઝલની તંગી સાથે પેટ્રોલની તંગી પણ વર્તાઈ રહી છે. ગઢશીશામાં પેટ્રોલની તંગીના લીધે પંપ કર્મચારીને માર ખાવાનો વારો આવ્યો છે! ગઢશીશાના માણેક પેટ્રોલ પંપ પર બાઈકમાં પેટ્રોલ ભરાવવા આવનાર યુવકે ટાંકીમાં ૨૨૦ રૂપિયાનું પેટ્રોલ ભરી આપવા પંપના કર્મચારી ભરત રામજી ગઢવીને જણાવેલું.

પંપ માલિકની સૂચના અનુસાર ભરતે બાઈક ચાલકને પેટ્રોલની તંગી હોઈ ફક્ત ૧૦૦ રૂપિયાનું પેટ્રોલ ભરવામાં આવશે તેમ જણાવતાં ઝઘડો થયેલો.

બાઈકચાલક શિવુભા જીતુભા જાડેજા (રહે. વડવાકાંયા, નખત્રાણા)એ ઉશ્કેરાઈને પંપ પર જ ભરતને મુઢ માર મારીને ડાબા હાથે ફ્રેક્ચર કરી દીધું હતું.

બનાવ ગત ૨૭મી એપ્રિલની સાંજે બનેલો પરંતુ અત્યારસુધી બંને પક્ષ વચ્ચે સમાધાન માટે વાતચીત ચાલતી હોઈ ભરતે ફરિયાદ નોંધાવી નહોતી.

શિકારપુરમાં પેટ્રોલ પંપ પર હુમલો લૂંટ

સામખિયાળી માળિયા હાઈવે પર શિકારપુર પાસે આવેલા આશાપુરા પેટ્રોલ પંપ પર ઉધારમાં પેટ્રોલ ભરી આપવાના નામે સ્થાનિક બે યુવકે દાદાગીરી કરીને પંપ કર્મચારીને માર મારીને ૧૭૮૦ રૂપિયા લૂંટી લીધા છે. ગઈકાલે સાંજે સાડા ચારના અરસામાં પંપ પર નજીકની ચેરાવાળી વાંઢમાં રહેતો એઝાઝ જેડા અને સદ્દામ જેડા બાઈક લઈને પેટ્રોલ ભરાવવા આવેલાં.

બસ્સો રૂપિયાનું પેટ્રોલ ભરાવીને રૂપિયા ચૂક્તે કર્યાં બાદ એઝાઝે પેટ્રોલ ભરી આપનાર કર્મચારી મહેશ માદેવા કોલી જોડે ઝઘડો કરીને કહેલું કે ‘હું અગાઉ પેટ્રોલ ભરાવવા આવેલો ત્યારે ઉધારમાં પેટ્રોલ કેમ આપ્યું નહોતું?’

બેઉ જણે મહેશને મુઢ માર મારીને તેના ખિસ્સામાં રહેલા રોકડાં ૧૭૮૦ રૂપિયા કાઢી લીધા હતા. ‘અહીં પંપ ચલાવવો હોય તો અમને ઉધારમાં પેટ્રોલ ભરી આપવું પડશે’ કહીને બેઉ જણ બાઈક હંકારી જતા રહ્યાં હતા. બનાવ અંગે સામખિયાળી પોલીસે બેઉ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
અંજારના સતાપર નજીક કેમિકલમાંથી બનતા ઈંગ્લિશ દારૂ વોડકાની મીની ફેક્ટરીનો પર્દાફાશ
 
ગાંધીધામની માહેશ્વરી હેન્ડલિંગ સામે જામનગરમાં ૨૦.૫૬ કરોડના ચીટીંગની ફરિયાદ
 
દારૂ કેસમાં જપ્ત ડમ્પરથી પીછો છોડાવવા વાહન બારોબાર બીજાના નામે તબદીલ કરાવાયું!