click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Mandvi -> Credit Card Fraud Mandvi Doctor Scammed of Rs. 1.97 Lakh
Sunday, 28-Jun-2026 - Mandvi 35234 views
ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને માંડવીના ડૉક્ટરને ૧.૯૭ લાખનો ચૂનો ચોપડાયો
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના અર્બન હેલ્થ સેન્ટરમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા ૨૬ વર્ષિય મહેશ બાંભણિયાને અજાણ્યા સાયબર ચીટરોએ ૧.૯૭ લાખનો ચૂનો ચોપડ્યો છે. ફરિયાદી માંડવીની એક્સિસ બેન્કમાં ખાતું ધરાવે છે અને તેની પાસે બેન્કનું ક્રેડિટ કાર્ડ છે, જેની ક્રેડિટ લિમિટ ૨.૯૫ લાખ રૂપિયા છે. ૧૪ મેની બપોરે અજાણ્યા નંબર પરથી ડૉક્ટરને ફોન આવેલો.

ફોન કરનારે પોતે એક્સિસ બેન્કમાંથી બોલતો હોવાની ખોટી ઓળખ આપીને ‘ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા ઈચ્છો છો?’ તેમ પૂછેલું. ફરિયાદીએ હા પાડતાં ગઠિયાએ પોતે એક લિન્ક મોકલતો હોવાનું જણાવીને તે લિન્ક ક્લિક કર્યાં બાદ ક્રેડિટ કાર્ડની લિમિટ વધી જશે તેમ જણાવેલું.

ગઠિયાએ ટેક્સ્ટ મેસેજથી મોકલેલી લિન્ક ઓપન કરતાં જ એક્સિસ બેન્કની એપ જેવી એપના લે-આઉટવાળી કોઈ એપ ખૂલેલી. તેમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ ક્રેડિટ કાર્ડના નંબર અને CVV નંબર નાખતાં એક OTP આવેલો.

થોડીક જ મિનિટ બાદ ડૉક્ટરના બેન્ક ખાતામાંથી ક્રેડિટ કાર્ડ મારફતે ૧.૯૭ લાખનું ટ્રાન્ઝેક્શન થઈ ગયેલું. પોતે ઓનલાઈન સ્કેમર્સનો ભોગ બન્યો હોવાનું પામીને ડૉક્ટરે તાકીદે બેન્કમાં જઈને ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દઈને ઓનલાઈન સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવેલી. માંડવી પોલીસે આજે અજાણ્યા મોબાઈલ કૉલર સામે વિધિવત્ ફોજદારી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?