click here to go to advertiser's link
Visitors :  
29-Jun-2025, Sunday
Home -> Lakhpat -> Two police constable beaten up by bootlegger near Dayapar
Tuesday, 28-Feb-2023 - Dayapar 76726 views
‘પાવર બહુ વધી ગયો છે’ બૂટલેગરોએ દયાપરના બે કોન્સ્ટેબલને ધોકા-પાઈપ ફટકાર્યાં
કચ્છખબરડૉટકોમ, દયાપરઃ માતાના મઢ નજીક બે બૂટલેગરોએ તેમના પર અવારનવાર દરોડા પાડી કાયદેસર કાર્યવાહી કરનારાં બે પોલીસ કોન્સ્ટેબલને પાઈપ અને ધોકાથી ફટકાર્યાં હોવાનો બનાવ બહાર આવ્યો છે. દયાપર પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપી બૂટલેગરના ભાઈને કારમાંથી ૩૦૦ એમ.એલ. ઈંગ્લિશ દારૂ જપ્ત કરી કાર-ફોન સાથે તેને દબોચી લીધો છે. હુમલાનો બનાવ સોમવારે સાંજે સાડા ચારના અરસામાં બન્યો હતો.

દયાપર પોલીસ મથકમાં ફરજ બજાવતાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ દિનેશ માધાભાઈ ભરવાડ અને સાથી કોન્સ્ટેબલ ગોપીચંદ્ર રામચંદ્ર રાણા બેઉ ભુજમાં આઈજી ઈન્સ્પેક્શન અંતર્ગત યોજાયેલી પરેડમાં ભાગ લઈ બાઈક પર દયાપર પરત ફરતાં હતા. રસ્તામાં માતાના મઢ નજીક રોડ પર આશાપુરા હોટેલ પાસે ચા પીવા રોકાયાં હતા. બંને કોન્સ્ટેબલ હોટેલ બહાર મૂકેલી પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠાં હતા તે સમયે જયપાલસિંહ શક્તિસિંહ સોઢા અને કાનજી બળવંતસિંહ સોઢા (બંને રહે. મેવાનગર, પધ્ધરસ લીફરી)એ પાઈપ અને ધોકા સાથે ત્યાં આવી ‘દિનેશ ભરવાડ, તારો પોલીસનો પાવર બહુ વધી ગયો છે, તું અવારનવાર અમારા પર દારૂના બહુ કેસો કરે છે અને ધંધો કરવા દેતો નથી’ કહીને હુમલો કર્યો હતો.

બેઉ જણે દિનેશને ધોકા-પાઈપથી ફટકાર્યો હતો. વચ્ચે પડેલાં ગોપીચંદ્રને પણ ધોકા માર્યાં હતા. ‘દારૂના ધંધામાં ક્યાંય પણ આડો આવીશ તો મારી નાખશું’ કહી બેઉ જણ બાઈક પર નાસી ગયાં હતા.

ઘટના અંગે જાણ થતાં દયાપર પોલીસની એક ટૂકડી સ્થળ પર પહોંચી હતી. તે સમયે જ આરોપી જયપાલનો ભાઈ ખાનજી ત્યાં બોલેરો જીપ લઈને આવતાં પોલીસે તેની જીપ ચેક કરતાં પાણીની બોટલમાં રાખેલો ૩૦૦ એમ.એલ. ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ખાનજીને ઝડપી બોલેરો તેમજ મોબાઈલ ફોન વગેરે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દયાપર પોલીસે જયપાલ અને કાનજી વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ગોધરાની યુવતીની ઘાતકી હત્યા કરનાર ઝનૂની પ્રેમીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ્દ
 
પ્લેન ક્રેશમાં મરણ પામેલા દહીંસરાના યુવકના DNA મેચઃ ૧૬મા દિવસે ગામમાં અંતિમવિધિ
 
આદિપુરમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારા અંજારના બે યુવકોને પોલીસે ઝડપ્યાં