click here to go to advertiser's link
Visitors :  
15-Feb-2026, Sunday
Home -> Kutch -> Divera IVF Brings Its Proven Track Record from Rajkot to Gandhidham
Wednesday, 04-Feb-2026 - Gandhidham 15363 views
આશાનું કિરણ! રાજકોટમાં અપ્રતિમ સફળતા બાદ ડિવેરા IVFનો હવે ગાંધીધામમાં શુભારંભ
ગાંધીધામઃ નિઃસંતાન દંપતીઓનો ખોળો ભરવા માટે અભિયાન છેડનાર ડિવેરા આઈવીએફ ક્લિનિકને રાજકોટમાં અપ્રતિમ સફળતા મળ્યાં બાદ હવે ગાંધીધામમાં તેની પ્રથમ શાખાનો પ્રારંભ થઈ રહ્યો છે. અહીં ડૉ. ભાવિન કમાણી અને ડૉ. ઋચા જોશી નિયમિત રીતે દર્દીઓને સેવા આપશે. ડૉ. કમાણી અને જોશીએ ગાંધીધામ ક્લિનિકના પ્રારંભ નિમિત્તે કોઈ સમારોહ યોજવાના બદલે આગામી ૭ અને ૮મી ફેબ્રુઆરીના શનિ અને રવિવારના રોજ બે દિવસ માટે કચ્છના નિઃસંતાન દંપતીઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કર્યું છે.
કચ્છમાં જન્મેલાં અને રાજકોટ સ્થાયી થયેલા ડૉ. ભાવિન કમાણીએ રાજકોટ ડિવેરા આઇવીએફની સફળતા બાદ વતન કચ્છને યાદ કર્યું છે.

તેમનું કહેવું છે કે મારે વતનનું ઋણ ચૂકવવાનો સમય છે. ઈશ્વરે મને જે શક્તિ આપી છે તેના થકી હું કચ્છના નિઃસંતાન યુગલોના જીવનમાં ખુશાલી લાવવા પ્રયાસ કરતો રહીશ.

કચ્છના સંતાનપ્રાપ્ત યુગલોનું સ્નેહમિલન યોજાયું

ડિવેરા આઈવીએફ દ્વારા ૨૦૧૯માં ભુજ, ગાંધીધામ, માંડવી ખાતે નિઃસંતાન યુગલો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. તેમની સાથે ડૉ. ઋચા જોશીએ મળીને રણ પ્રદેશમાં વસતાં નિઃસંતાન યુગલોના જીવનમાં સંતાનરૂપી હરિયાળી સર્જવામાં કોઈ કસર છોડી નથી.

કોરોનાના કપરા કાળ વચ્ચે પણ સગર્ભાઓની અવિરત સારવાર કરવામાં આવી હતી.

આજે અસંખ્ય યુગલોના ત્યાં પારણાં ઝૂલી રહ્યાં છે. આ યુગલોના તેમના જીવનમાં સંતાન સુખ આણવાનો સંપૂર્ણ શ્રેય ઈશ્વર બાદ ડૉ. કમાણી અને ડૉ. ઋચા જોશીને આપે છે. ગાંધીધામ ડિવેરા આઇવીએફના પ્રારંભ પૂર્વ કચ્છના પ્રવાસે આવેલા ડૉ. ભાવિન કમાણી અને ડૉ. ઋચા જોશીએ સંતાન પ્રાપ્તિ કરનાર કચ્છના યુગલોનું સ્નેહમિલન યોજ્યું હતું. જેમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયાં હતા. તમામ યુગલોએ ડૉ. કમાણી અને ડૉ. જોશીનું સાલ ઓઢાડી, પુષ્પહાર કરી સન્માન કર્યું હતું.

ભાવવિભોર યુગલોએ આભાર માની શુભેચ્છા આપી

સંતાન પ્રાપ્ત કરનાર દંપતીઓના પ્રતિનિધિ તરીકે ભુજના વતની બ્રિજેશભાઈ નાકરાણીએ સૌ યુગલોની લાગણી દર્શાવતાં જણાવ્યું હતું કે ડૉ. કમાણી અને ડૉ. જોશી મેડમનો આભાર માનીએ એટલો ઓછો છે, અમે પ્રથમ ઈશ્વરનો આભાર માનીએ છીએ કે તેમણે અમને બે બચ્ચાં આપ્યા. બીજો આભાર ડૉ. કમાણી અને ડૉ. ઋચા મેડમનો માનીએ છીએ. અમોને ડિવેરામાં પ્રથમ મુલાકાતથી જ વિશ્વાસ બેસી ગયો હતો. બેઉ તબીબોના પ્રેમ અને પારિવારીક વાતાવરણથી ડિવેરાનો અનુભવ અમારા માટે ખૂબ જ યાદગાર બની રહ્યો. આજે જ્યારે ગાંધીધામમાં ડિવેરા આઇવીએફનું કાયમી ક્લિનિક શરૂ થઈ રહ્યું છે ત્યારે અમો સૌ યુગલો તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. બેઉ ડૉક્ટર આવા જ પ્રેમ અને કુશળતાથી કચ્છીઓની સેવા કરતાં રહે.

વિનામૂલ્યે રજિસ્ટ્રેશન માટે આ નંબર પર ફોન કરો 

ગાંધીધામમાં મા હોસ્પિટલ ખાતે શરૂ થતી નવી ડિવેરા આઈવીએફને ખૂબ ખૂબ સફળતા મળે તેવી સૌ કચ્છી પરિવારોની શુભેચ્છા. બ્રિજેશભાઈએ કચ્છના નિઃસંતાન યુગલોને અપીલ કરતા કહ્યું કે નિઃસંતાન યુગલોએ નિઃસંકોચપણે ડિવેરા આઇવીએફના વિનામૂલ્યે નિદાન કેમ્પનો લાભ લેવો જોઇએ. કેમ્પમાં વિનામૂલ્યે રજીસ્ટ્રેશન માટે હેલ્પલાઇન નંબર ૯૦૨૩૨ ૧૮૧૯૦ અથવા ૬૩૫૯૨ ૭૧૮૯૬ ઉપર સંપર્ક કરવો.

      ***   ***   ***   ***

Share it on
   

Recent News  
ટીચર નીકળ્યો ચીટર! છાત્રોને ક્રિકેટ ટુર્નામેન્ટમાં લઈ જવાનું કહી ૪.૪૩ લાખની ઠગાઈ
 
ગાંધીધામમાં ઈસ્કોનના દર્શને જતી દીકરીને ઓનલાઈન ગૃપમાં એડ કરી ડરાવી નાણાં પડાવાયા
 
ભુજ એરપોર્ટ રોડ પર બે અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલઃ ઉશ્કેરાયેલા લોકોનો ચક્કાજામ