click here to go to advertiser's link
Visitors :  
23-Oct-2025, Thursday
Home -> Lakhpat -> SOG expose cultivation of Ganja in at Khatla Bhavani Temple Dayapar
Friday, 05-Apr-2024 - Dayapar 53503 views
લખપતના ખાટલા ભવાની મંદિરના પૂજારીએ મંદિર પરિસરમાં ગાંજાના છોડ ઉગાડ્યાં
કચ્છખબરડૉટકોમ, દયાપરઃ લખપતમાં આવેલા સુપ્રસિધ્ધ માતાના મઢ તીર્થધામ નજીક ટેકરી પર આવેલા ખાટલા ભવાની મંદિરના પૂજારીએ મંદિર પરિસરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનો પશ્ચિમ કચ્છ SOGના દરોડામાં પર્દાફાશ થયો છે. SOGએ મંદિર પરિસરમાં આવેલી ઓરડીઓ આસપાસ બારમાસી ફૂલ-છોડની ઓથે ઉગાડેલાં ૩૬ હજાર ૮૦૦ રૂપિયાના મૂલ્યના ૩ કિલો ૬૮૦ ગ્રામ વજનના ગાંજાના ચાર છોડ (માટી સહિત) કબજે કર્યાં છે.

ખાટલા ભવાની મંદિરના પૂજારી ચિંતનકુમાર ઈન્દ્રકુમાર પટેલ (ઉ.વ. ૩૪, રહે. મૂળ ગેરીતા, વિજાપુર, મહેસાણા)એ અંગત વપરાશ માટે ગાંજાના છોડ વાવ્યાં હોવાની બાતમીના આધારે ગત મોડી સાંજે SOGએ રેઈડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પૂજારી ચિંતન પટેલે જણાવ્યું કે મંદિર પરિસરમાં અવારનવાર ગાંજાની ચિલમ પીવાના બંધાણી અજાણ્યા સાધુ સંતો આવતાં હોઈ તેમાંથી કોઈકે ગાંજાના બીજ ક્યારામાં નાખ્યાં હતાં. આવા બંધાણી સાધુ સંતોના વપરાશ હેતુ તેણે ગાંજાના છોડ વાવ્યાં હતાં. ચિંતન પટેલ વિરુધ્ધ દયાપર પોલીસ મથકે NDPSની કલમો તળે ગુનો નોંધાવાયો છે. કાર્યવાહીમાં પો.ઈ. વિનોદ વી. ભોલા, પો.સ.ઈ. પી.પી. ગોહિલ તથા સ્ટાફ જોડાયો હતો.

Share it on
   

Recent News  
પાંચ લાખના હેરોઈન સાથે મધરાત્રે વરસામેડી બસ સ્ટોપ પર ઊભેલાં યુવકને પોલીસે ઝડપ્યો