click here to go to advertiser's link
Visitors :  
23-Oct-2025, Thursday
Home -> Lakhpat -> Now four rabbit hunter caught from Mori Lakhpat
Monday, 08-May-2023 - Dayapar 50133 views
લખપતના અંતરિયાળ મોરી નજીક સસલાંનો શિકાર કરનાર ચાર શિકારી ઝડપાયાં
કચ્છખબરડૉટકોમ, દયાપરઃ અબડાસાના ચીયાસર પાસે બંદૂકના ભડાકે સસલાંનો શિકાર નુંધાતડના બે શિકારી હાલ પોલીસ રીમાન્ડ પર છે ત્યાં લખપતના અંતરિયાળ મોરી ગામ પાસેથી વન વિભાગે સસલાંનો શિકાર ચાર શિકારીની ધરપકડ કરી છે. રવિવારે નાઈટ પેટ્રોલીંગ સમયે વન તંત્રએ મોટર સાયકલ પર જઈ રહેલાં શિકારીઓને અટકાવી તપાસ કરતાં તેમની પાસેથી મૃત સસલું, ટોર્ચ અને ધોકા વગેરે મળી આવ્યાં હતા. પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ ધોકા વડે સસલાંનો શિકાર કર્યો હોવાનું કબૂલ્યું હતું.

વન તંત્રએ ચારે વિરુધ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો તળે ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં પીપર ગામના જેન્તી રામજી મહેશ્વરી, નારણ બુધાભાઈ મહેશ્વરી, જુમા આચાર કોલી અને રોડાસરના કાનજી રામજી મહેશ્વરીનો સમાવેશ થાય છે. ચારે જણને મંગળવારે નીચલી કૉર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ આરએફઓએ જણાવ્યું છે.

Share it on
   

Recent News  
પાંચ લાખના હેરોઈન સાથે મધરાત્રે વરસામેડી બસ સ્ટોપ પર ઊભેલાં યુવકને પોલીસે ઝડપ્યો