click here to go to advertiser's link
Visitors :  
10-Jul-2026, Friday
Home -> Lakhpat -> Mystery Shrouds Mans Death and Secret Burial in Baranda Village Cops Step In
Friday, 26-Jun-2026 - Dayapar 19843 views
બરંદામાં ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ યુવકને દફન કરી દેવાયોઃ પોલીસે આદરી તપાસ
કચ્છખબરડૉટકોમ, દયાપરઃ લખપત તાલુકાના અંતરિયાળ બરંદા ગામે રહેતા એક યુવકનું ભેદી સંજોગોમાં મૃત્યુ થયું હોવાની અને પોલીસ ચોપડે કશી નોંધ દાખલ ના કરાવાઈ હોવાની વિગતો બહાર આવતાં પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. યુવકનું મૃત્યુ ખરેખર આપઘાત છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક નિષ્પક્ષ તપાસ કરવા ગામના જાગૃત નાગરિકે પોલીસને રજૂઆત કરી છે. રજૂઆત અન્વયે નારાયણ સરોવર પોલીસ મથકના મહિલા ઈન્સ્પેક્ટર જે.બી. કુણીયાએ બરંદા જઈને પ્રાથમિક તપાસ આદરી છે.

સિદ્દીક ઊર્ફે ઈરફાન અલીમામદ પડિયાર નામનો યુવક ગઈકાલે સીમાડે ઢોર ચરાવવા ગયેલો અને ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અપમૃત્યુ અંગે પોલીસ મથકે કોઈ જાણ કર્યા વગર તેની દફનવિધિ કરી દેવાઈ હોવાનું પણ સ્પષ્ટ થયું છે. મૃતકના થોડાંક માસ અગાઉ લગ્ન થયેલાં.

આ બનાવને દબાવવા પ્રયાસો થતાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

કોઈ ગુનાહિત કાવતરું ઘડીને સિદ્દીકને મરવા મજબૂર કરાયો કે કેમ અથવા તેની હત્યા કરાઈ છે કે કેમ તે અંગે ભીતિ વ્યક્ત કરાઈને વૈજ્ઞાનિક અને ફોરેન્સિક પુરાવાઓ તથા મોબાઈલ ફોન લોકેશન અને કોલ ડિટેઈલ્સ, સીસીટીવીના આધારે મૃત્યુનું વાસ્તવિક કારણ જાણી સત્ય શોધવા પોલીસને વિનંતી કરાઈ છે. બનાવને ગંભીરતાથી લઈ નખત્રાણા નાયબ પોલીસ અધીક્ષક દ્વારા શનિવારે ગહન તપાસ કરાશે તેમ પોલીસે ઉમેર્યું છે.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ
 
મુંદરા પોલીસે બિહારમાં જઈને સ્થાનિક ગ્રામજનોનો વેશ પહેરીને હત્યારાને ઝડપી પાડ્યો
 
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!