click here to go to advertiser's link
Visitors :  
25-Jun-2026, Thursday
Home -> Bhuj -> SDM and LCB Crack Down on Illegal Mining in Khavda 9 Dumpers Seized
Thursday, 25-Jun-2026 - Bhuj 1220 views
ખનિજ ચોરી નાથવા SDM અને LCBનું ખાવડા પંથક પર ફોકસઃ ૯ ડમ્પર જપ્ત કરાયાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છમાં ખનિજ ચોરીની વ્યાપ્ત બદી નિરંકુશ બની ગઈ છે. આ બદીને નાથવા સરકારી તંત્રો અવિરતપણે સક્રિય છે પરંતુ ખનિજ માફિયાઓ સામે તંત્રના હાથ જાણે હેઠાં પડી રહ્યાં છે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ આજે ખાવડા પંથકમાં ફોકસ કરીને રેતી ચોરી કરતા બે ડમ્પર અને ૭ ઓવરલોડ ડમ્પર મળી એક જ દિવસમાં ૯ ડમ્પર સીઝ કર્યાં છે.
ભુજના પ્રાંત અધિકારી અનિલ જાદવે આજે વહેલી સવારે ખાવડાથી આર.ઈ. પાર્કમાં જઈ રહેલા ૭ ઓવરલોડ ડમ્પરને ઝડપી પાડ્યાં છે.

તમામ ડમ્પરમાં કપચી (બ્લેક ટ્રેપ) અને ટોડા (ખાવડા સ્ટોન) ભરેલાં હતા. જપ્ત થયેલાં સાતેય ઓવરલોડ ડમ્પર અને માલ મળી અંદાજે પોણા બે કરોડનો માલ જપ્ત કરાયો છે.

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખાવડા પંથકમાં તપાસ હાથ ધરીને ચોરાઉ રેતી લઈ જતા બે ડમ્પર ઝડપી પાડ્યાં છે.

જપ્ત વાહનો અંગેની વધુ તપાસ ખાણ ખનિજ વિભાગ હાથ ધરશે.

Share it on
   

Recent News  
અંજારના સતાપર નજીક કેમિકલમાંથી બનતા ઈંગ્લિશ દારૂ વોડકાની મીની ફેક્ટરીનો પર્દાફાશ
 
ગાંધીધામની માહેશ્વરી હેન્ડલિંગ સામે જામનગરમાં ૨૦.૫૬ કરોડના ચીટીંગની ફરિયાદ
 
દારૂ કેસમાં જપ્ત ડમ્પરથી પીછો છોડાવવા વાહન બારોબાર બીજાના નામે તબદીલ કરાવાયું!