click here to go to advertiser's link
Visitors :  
23-Oct-2025, Thursday
Home -> Lakhpat -> Ghaduli PHC Medical Officer held in drunk condition by Dayapar Police
Wednesday, 29-Jan-2025 - Dayapar 46304 views
દારૂના નશામાં ટલ્લી થઈ ગયેલો ઘડુલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો મેડિકલ ઑફિસર ઝડપાયો
કચ્છખબરડૉટકોમ, દયાપરઃ લખપતના ઘડુલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસરને પોલીસે દારૂના નશામાં ચકચુર હાલતમાં ઝડપી પાડ્યો છે. આજે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ઘડુલી PHCનો આયુષ મેડિકલ ઑફિસર કલ્પેશ નટવરલાલ રાઠોડ દારૂ પીને ટલ્લી થઈ ગયો હોવાની દયાપર પોલીસને બાતમી મળેલી.

પોલીસ સ્થળ પર ધસી જતાં મેડિકલ ઑફિસર કલ્પેશ રાઠોડ (ઉ.વ. ૨૮, રહે. મૂળ માંડલ, અમદાવાદ) દવાખાના આગળ નશામાં ચકચૂર હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે તેના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો નશાથી લાલઘૂમ હતી અને લથડિયાં ખાતો હતો. પોલીસે જાહેરમાં કેફી પીણું પીવા સબબ તેની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરીને અટક કરી હતી.

Share it on
   

Recent News  
પાંચ લાખના હેરોઈન સાથે મધરાત્રે વરસામેડી બસ સ્ટોપ પર ઊભેલાં યુવકને પોલીસે ઝડપ્યો