click here to go to advertiser's link
Visitors :  
01-Sep-2025, Monday
Home -> Lakhpat -> Altercation over gambling at Bhadara Lakhpat
Saturday, 20-Aug-2022 - Dayapar 17970 views
ઓટલા પર ટોળું ભેગું કરી ધાણી રમાડવા મુદ્દે બે પડોશી પરિવારો વચ્ચે થઈ બાથંબાથી
કચ્છખબરડૉટકોમ, દયાપરઃ લખપતના મોટા ભાડરા ગામે ઘરના ઓટલાં પર ટોળું એકઠું કરી ધાણી પાસા રમાડતાં પડોશીને પડોશીએ ઠપકો આપતાં બેઉ પરિવારો વચ્ચે અંદરો-અંદર મારામારી થઈ હતી. બનાવ અંગે દયાપર પોલીસ મથકે સામસામી ફરિયાદો નોંધાઈ છે. મોટા ભાડરામાં રહેતાં ગોવિંદ વાલજી પાયરે ફરિયાદમાં જણાવ્યું કે તેમની પડોશમાં રહેતો દેવજી નારણ ભાંભી ઘરના ઓટલાં પર ટોળું ભેગું કરીને ધાણી રમાડતો હતો. ઘરમાં પત્ની બીમાર હોઈ ગોવિંદે દેવજીને ટોળું ભેગું ના કરવા જણાવ્યું હતું.

આ મામલે ગોવિંદ અને દેવજીના પરિવારો સામસામી બથ્થંબથ્થી પર આવી ગયાં હતા. દેવજી અને તેના બે પુત્રો તેમજ દેવજીના નાના ભાઈ ડોસાભાઈ તથા તેના પુત્રએ પોતાને માથામાં લાકડી મારી ઘાયલ કરી, પોતાના નાના ભાઈની પત્ની અને પિતાને પણ માર માર્યો હોવાની ગોવિંદે ફરિયાદ નોંધાવી હતી. સામે ડોસાભાઈના પુત્ર જયંતીએ પણ ગોવિંદ અને તેના ભાઈ-પિતા સહિતના સાત લોકો સામે મારામારીની વળતી ફરિયાદ નોંધાવી હતી.

Share it on
   

Recent News  
મોબાઈલ Appથી નેટ બેન્કિંગ કરતા હો તો રહેજો સાવધ: App હૅક કરી ૨.૨૨ લાખ ઉપડી ગયા!
 
દુબઈ સેટલ થયેલો ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયાની હેરફેરનો આદિપુરનો સૂત્રધાર ઝડપાયો
 
૩ કરોડની સરકારી જમીન દબાવનારા સામે લેન્ડગ્રેબિંગની અરજી છતાં ૧ વર્ષથી નિર્ણય નહી