click here to go to advertiser's link
Visitors :  
20-Jun-2026, Saturday
Home -> Bhuj -> Wife and In laws booked under Suicide abetment of a Man in Mankuwa
Friday, 19-Jun-2026 - Mankuva 1244 views
માનકૂવામાં પત્ની, સાસુ અને માસી સાસુના ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કર્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સામાન્ય રીતે ડોમેસ્ટિક વાયોલન્સ (ઘરેલુ હિંસા) કે પરિણીતાઓના આપઘાતના કિસ્સાઓમાં મોટાભાગે પતિ/સાસરિયાં ફીટ થતાં હોય છે. પરંતુ, માનકૂવામાં એક યુવકે કરેલી આત્મહત્યાના કેસમાં પત્ની, સાસુ અને માસીજી વિરુધ્ધ ગુનો નોંધાયો છે.

માનકૂવામાં રહેતા ૨૯ વર્ષિય વિનોદ દામજીભાઈ મેરિયાએ ગઈ ૭મી જૂનની સવારે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

મરતાં પૂર્વે રેકોર્ડ કરેલો વીડિયો બન્યો પુરાવો

મરતાં અગાઉ વિનોદે તેના મોબાઈલમાં પોતાનું એક બયાન રેકોર્ડ કર્યું હતું. જેમાં પોતે પત્ની રેખા, સાસુ બબીબેન અને માસીજી ડાઈબેનના ત્રાસથી આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ પુરાવાના આધારે માનકૂવા પોલીસ મથકે વિનોદના પિતાએ ત્રણે સામે પુત્રને મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.

રેખા સતત રીસાઈને પિયરે જતી રહેતી

ફરિયાદી દામજીભાઈએ પોલીસને જણાવ્યું કે ત્રણ વર્ષ અગાઉ વિનોદના લગ્ન અંજારના ખંભરા ગામે રહેતી રેખા કેશાભાઈ બડીયા (મૂળ રહે. ખારીરોહર, ગાંધીધામ) સાથે થયેલાં. લગ્ન જીવન દરમિયાન પુત્રી જન્મેલી જે આજે દોઢ વર્ષની છે. એક વર્ષ લગ્નજીવન સુખેથી ચાલ્યું પણ પછી રેખાએ વિનોદને ત્રાસ આપવાનું શરૂ કરેલું.

નાની નાની વાતે પતિ જોડે ઝઘડો કરતી અને પછી રીસાઈને પિયર જતી રહેતી. વિનોદ સમજાવટ કરે તો પણ દિવસો સુધી પાછી ના આવતી. ફોન પર પણ સતત ઝઘડીને વિનોદનું અપમાન કરતી રહેતી.

વિનોદની સાસુ અને માસી સાસુ પણ દીકરીને સાચવી શકતા નથી તો લગ્ન કેમ કરેલાં તેમ કહીને જમાઈને સતત મહેણાં ટોણાં માર્યાં કરતાં. વિનોદે આપઘાત કર્યો તેના દસેક દિવસ અગાઉ વધુ એકવાર રેખા ઝઘડો કરીને દીકરીને લઈ પિયર જતી રહેલી. આ બધું સહન ના થતાં અંતે વિનોદે આત્મહત્યા કરી લીધી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભદ્રેશ્વરના એ નમક કારખાનામાં સતત ત્રીજી વખત મોટી વીજ ચોરીનો થયો પર્દાફાશ
 
આકરાં પગલાં લેવાના DGના નિર્દેશ બાદ કચ્છમાં ૩ દિવસમાં ડ્રગ્ઝના ૮ ગુના નોંધાયા
 
ભુજમાં છોકરીઓની છેડતીનો કરંટ પાનધ્રો સુધી પહોંચ્યો! આરોપીના દબાણો પર બુલડોઝર