કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના સરહદી ખાવડા નજીક આવેલા મોટા બાંધા ગામે ૧૧ વર્ષના બાળકને મોટર સાયકલ પર બેસાડીને ગામના સીમાડે લઈ જઈને પડોશમાં રહેતાં બે કિશોરોએ માર મારી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું છે. બનાવ ૨૮ ઓક્ટોબરની રાત્રે ૮થી ૧૧ વાગ્યાના અરસામાં બન્યો હતો. જે અંગે મંગળવારે સાંજે બંને કિશોર વિરુધ્ધ ખાવડા પોલીસ મથકે ભોગ બનનારના વાલીએ ફરિયાદ નોંધાવી છે. ખાવડા પીએસઆઈ એમ.બી. ચાવડાએ પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યાં બાદ સર્કલ પીઆઈ પી.કે. રાડાએ તપાસ હાથ ધરી છે. ગુનો આચરનાર કિશોરો ૧૪-૧૫ વર્ષની વયના છે.
Share it on
|