કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કચ્છમાં જાણે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ છેલ્લાં ૨૪ કલાકમાં વિવિધ માર્ગ અકસ્માતોમાં પાંચ લોકોના મોત નીપજ્યાં છે. આદિપુરના ટાગોર રોડ પર આજે બપોરે એસટીની વોલ્વો બસની અડફેટે યુવતીનું ગંભીર ઈજાથી મોત નીપજ્યું હતું. દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયાં હતાં. તદુપરાંત રાપર, મુંદરા અને ગાંધીધામમાં પણ ત્રણ જુદાં જુદાં અકસ્માતોમાં ચાર લોકોના મોત નીપજ્યાં છે. પ્રાગપર પાસે બે બાઈક ટકરાતાં બે યુવકોના મોત, બે ઘાયલ
રાપરના પ્રાગપર ગામ પાસે બે મોટર સાયકલ વચ્ચે સર્જાયેલાં અકસ્માતમાં બે યુવકોના મૃત્યુ નીપજ્યાં છે જ્યારે બે લોકો રીતે ઘવાયાં છે. મંગળવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પ્રાગપર નજીક એસ્સાર પેટ્રોલ પંપનજીક આડેસર તરફ જતા રોડ પર દુર્ઘટના ઘટી હતી. અમરશી જેમલભાઈ રાઘાણી (કોલી) નામનો ૪૦ વર્ષિય યુવક તેની પત્ની મંગુને બાઈક પર બેસાડીને ડાભુંડાથી તેના ગામ ભુટકીયા (રાપર) જતો હતો ત્યારે હિરો હોન્ડાના ચાલક મેહુલ ઊર્ફે લાલો મુળજી ભરવાડ (ગાગોદર)એ તેની બાઈક સાથે ટકરાયો હતો.
એક્સિડેન્ટમાં ગંભીર ઈજાઓથી થોડાંક કલાકોમાં જ અમરશી અને મેહુલના મોત નીપજ્યાં હતાં. અમરશીની પત્નીને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
હાલ તે પાટણના ધારપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મેહુલના બાઈક પર બેઠેલાં પ્રભુભાઈ નાગજી ભરવાડને પણ ઈજાઓ પહોંચી છે. બનાવ અંગે રાપર પોલીસે મૃતક અમરશીના પિતરાઈ ભાઈ હરિભાઈ રાઘાણીએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
♦મુંદરાના ગુંદાલા અને રતાડિયા જતા માર્ગ પર ગત મધરાત્રે એક વાગ્યાના અરસામાં બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજાઓથી દેવરાજ વંકા રબારી નામના ગુંદાલાના ૪૦ વર્ષિય યુવકનું ગંભીર ઈજાઓથી સારવાર પૂર્વે મૃત્યુ નીપજ્યું હતું
♦મંગળવારે રાત્રે સાડા આઠના અરસામાં ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પર પડાણાના રામદેવ પીર મંદિર સામેના રોડ પર લોખંડ ભરેલાં પાઈપ લઈ જતાં ટ્રેલર પાછળ એક ટ્રેલર અથડાયું હતું. લોખંડના તોતિંગ પાઈપો ટ્રેલરમાં ઘૂસી જતાં ડ્રાઈવર ચત્તરસિંહ પન્નાસિંહ રાજપૂતનું કેબિનમાં દબાઈ ફસાઈ જઈને ગંભીર ઈજાઓથી મૃત્યુ નીપજ્યું હતું.
Share it on
|