click here to go to advertiser's link
Visitors :  
18-Sep-2026, Friday
Home -> Kutch -> Three bootleggers detained under PASA by East and West Kutch Police
Thursday, 11-Jun-2026 - Bhuj 48994 views
પૂર્વ અને પશ્ચિમ કચ્છના ૩ રીઢા બૂટલેગરો ‘પાસા’ હેઠળ અમદાવાદ સુરત જેલ ધકેલાયાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પૂર્વ અને પશ્ચિમ કચ્છના ત્રણ રીઢા બૂટલેગરોને પ્રીવેન્શન ઑફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (PASA) હેઠળ પકડીને અમદાવાદ સુરતની જેલમાં ધકેલી દેવાયાં છે. પશ્ચિમ કચ્છ પોલીસે માંડવીના દરશડી ગામના રીઢા બૂટલેગર ભાવસંગ ભગુભા જાડેજાની પાસા હેઠળ અટક કરી તેને અમદાવાદની સાબરમતિ મધ્યસ્થ જેલ ધકેલી દીધો છે. ભાવસંગ સામે છેલ્લાં ૩ વર્ષ દરમિયાન ગઢશીશા પોલીસ મથકે દારૂબંધી સહિતના પાંચ ગુના નોંધાયેલાં છે.

બીજી તરફ, પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામના ધીરજ પ્રેમજી ધેડા અને વિજય ઊર્ફે વિકી શંકરભાઈ ચંદે નામના બે બૂટલેગરોને પાસા હેઠળ અમદાવાદ તથા સુરતની જેલ ધકેલી દીધાં છે. ધીરજ સામે દારૂબંધીને લગતાં ગાંધીધામ બી ડિવિઝન, કંડલા અને સામખિયાળી પોલીસ મથકે કુલ ૮ ગુના નોંધાયેલાં છે. વિજય ચંદે વિરુધ્ધ ગાંધીધામ બી ડિવિઝનમાં દારૂબંધીના બે ગુના નોંધાયેલાં છે. બંને જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાસાની દરખાસ્ત અને તેના અમલીકરણનું સુપરવિઝન કરવામાં આવ્યું છે.

Share it on
   

Recent News  
રાપરના નાની રવના ખૂન કેસમાં દોષી ઠરેલાં બે મિત્રોને ૭ અને ૪ વર્ષનો સખ્ત કારાવાસ
 
મધરાતે બાઈક લઈ ઘેટાં બકરાં ચોરી કરવા આવેલા બે અજ્ઞાત ઈસમોએ માલધારીને ગોળી મારી
 
મુંદરાની ૨૬ વર્ષિય પ્રસૂતાનું સિઝેરીયન બાદ મોતઃ મુંદરા ભુજની હોસ્પિટલો પર આરોપ