કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉ સામખિયાળી હાઈવે પર વોંધ પાસે આજે બપોરે સર્જાયેલાં ગોઝારા માર્ગ અકસ્માતમાં મોટર સાયકલ પર ટ્રીપલ સવારી જતાં પાટણ અને રાધનપુરના ત્રણ જણનાં મૃત્યુ નીપજ્યાં છે. મૃતકો બાઈક પર રોંગસાઈડમાં નજીકની કંપની તરફ જતા હતા ત્યારે સામેથી ધસમસતી આવી રહેલી આઈસર સાથે ટક્કર થઈ હતી. આઈસરના આગલા પૈડાં નીચે આવી જતાં સ્થળ પર જ બે યુવકનાં મોત નીપજ્યાં હતા.
અન્ય એક જણે પણ ગણતરીની મિનિટોમાં દમ તોડી દીધો હતો. મૃતકોમાં જીગર મહેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.૨૯, રહે. પાટણ), અનિરુધ્ધ યોગેશભાઈ પટેલ (ઉ.વ.૨૯, રહે. રાધનપુર) અને જગદીશભાઈ કનૈયાલાલ પટેલ (ઉ.વ.૫૫, રહે. રાધનપુર)નો સમાવેશ થાય છે. બનાવ અંગે ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી છે.
Share it on
|