click here to go to advertiser's link
Visitors :  
14-Sep-2025, Sunday
Home -> Gandhidham -> Vigyan Jatha exposes incident of fooling people under religious beliefs in Gandhidham
Friday, 09-May-2025 - Gandhidham 71694 views
ગાંધીધામમાં ધતિંગ કરતી પાખંડી ભુઈનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યોઃ ભુવો થયો ફરાર
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ લોકોની શ્રધ્ધા અંધશ્રધ્ધાનો ગેરલાભ લઈ ધાર્મિક ધતિંગો કરીને છેતરપિંડી કરતાં પાખંડીઓની પ્રવૃત્તિનો પર્દાફાશ કરતી રાજકોટની ભારત જન વિજ્ઞાન જાથા સંસ્થાએ ગાંધીધામમાં એક ભુઈના ધતિંગને ઉજાગર કર્યું છે. છેલ્લાં ૩૦ વર્ષથી આ ધતિંગલીલા ચાલતી હતી હતું અને તેમાં ભુઈ જોડે ભચાઉનો એક ભુવો ભવન જાદવ પણ સામેલ હતો. ભવનની વિકૃત હરકતો સીસીટીવી કેમેરામાં જોયાં બાદ પોલીસની મદદથી  વિજ્ઞાન જાથાની ટીમ આ પ્રવૃત્તિ બંધ કરાવવા હરકતમાં આવી હતી.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે ગાંધીધામના સેકટર-૧માં આવેલા ભાનુદર્શન એપાર્ટમેન્ટમાં છેલ્લા ૩૦ વર્ષથી જ્યોત્સનાબેન મોહનભાઈ રાજપુત નામની મહિલા ભુઈ બનીને ઘરમાં માતાજીનો મઢ બનાવી લોકોના દુ:ખ-દર્દ જોવાનું, માલિશનું કામ કરતી હતી.

ભુઈથી પીડિત પરિવારે જાથાને આપવીતી જણાવેલી

ભુઈથી પીડિત ગાંધીધામના એક પરિવારે રાજકોટમાં જાથાના કાર્યાલયે રૂબરૂ આવી તેની ધતિંગલીલાની આપવીતી વર્ણવી હતી.ભુઈ વિધિના નામે લોકોને દસ હજારથી પચાસ હજારના ખાડામાં ઉતારતી. માતાજીના દસ હાથ પોતાના ઉપર છે તેવું કહીને લોકોને માનતા ટેક લેવડાવતી, ઘરમાં બનેલા મઢના દર્શને બોલાવતી, કંકુસ્નાન કરવું, અમુક વાર ભરવા, પગનો દુઃખાવો દૂર કરવાના બહાને પાખંડલીલા આચરતી.

ભુઈનો વેવાઈ ભુવો મહિલાઓનું શોષણ કરતો

ભુઈનો વેવાઈ ભુવા ભવન કરશન જાદવ માતાજીની રમણ વખતે ધૂણતો. આ ભુવો મજબુર મહિલાનું યેનકેન રીતે શોષણ કરતો હોવાની પીડિત પરિવારે પૂરાવારૂપે વિડીયો કિલપ પણ આપી હતી. ભુઈ એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોને ખૂબ ત્રાસ આપતી. જેના પગલે જાથાએ હકીકતની ખરાઈ કરવા બે મહિલા કાર્યકરને શ્રધ્ધાળુ બનાવીને ભુઈના ઘેર મોકલી હતી. ખરાઈ થયાં બાદ જાથાએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસની મદદથી ભુઈના ઘરે જઈને તેના પાખંડનો પર્દાફાશ કર્યો હતો.

ધતિંગલીલા બંધ કરવાની જાહેરાત સાથે માફી માંગી

ભુઈને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. બાદમાં પોતે કાયમી ધોરણે હવે દોરા ધાગા, જોવાનું કામ બંધ કરશે તેવું કબૂલાતનામું આપીને ભુઈએ માફી માગી હતી. જાથાની ટીમ ભચાઉમાં ભુવા ભવન જાદવના ઘરે પહોંચતાં તે ફરાર થઈ ગયો હતો. વર્તમાન પરિસ્થિતિના કારણે ભુવાનો પર્દાફાશ આગામી દિવસોમાં કરવાનું નક્કી કર્યું છે. જાથાનો આ ૧૨૬૯મો પર્દાફાશ હતો. જેમાં જાથાના વિવિધ કાર્યકરો અને પોલીસ સ્ટાફે સહયોગ આપ્યો હતો.

Share it on
   

Recent News  
મધરાતે ફોન પર વાતો કરતી માને જોઈ રોષે ભરાયેલાં બે પુત્રોએ ગળું દબાવી મારી નાખી
 
અંજારના વકીલે ખોટાં વચન આપી મહિલા મિત્રની મદદથી યુવતી જોડે શરીર સંબંધ બાંધ્યા
 
સોમવાર મધરાત સુધી સૂરજબારી, સામખિયાળી, મોખા અને માખેલ નાકા ટોલ ફ્રી જાહેર