click here to go to advertiser's link
Visitors :  
26-Jul-2026, Sunday
Home -> Kutch -> The Gynecologist Turned Singer Driven by a Love for His Roots
Friday, 29-May-2026 - Bhuj 38008 views
ગાયનેકથી લઈને ગાયક સુધીની સફરઃ શેર માટીની ખોટ પૂરતા તબીબનો વતનની માટીનો પ્રેમ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં જન્મેલાં ગાયનેકોલોજીસ્ટ ડૉ. ભાવિન કમાણીએ નિઃસંતાન યુગલોની શેર માટીની ખોટ પૂરવા સાથે સ્વકંઠે ગીત ગાઈને વતનની માટી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ગાયનેકથી ગાયક સુધીની સફરમાં ‘કચ્છ પ્રેમ’ જ કેન્દ્રમાં રહ્યો છે.
Video :
વ્યંધત્વ નિવારણ તજજ્ઞ ડૉ. ભાવિન કમાણીનો અંજારના ખેડોઈમાં જન્મ થયેલો. પિતા સરકારી નોકરિયાત હતા. બાળપણનો ઘણો સમય ખેડોઈમાં ગાળેલો. ભણી-ગણીને સફળ IVF એક્સપર્ટ બન્યાં.

અમદાવાદના એમ્બ્રિયોલોજીસ્ટ ડૉ. ઋચા જોશી સાથે મળીને રાજકોટમાં અને પછી ગાંધીધામમાં ડિવેરા ફર્ટિલીટી સેન્ટર શરૂ કર્યાં.

માતૃત્વ ઝંખતી મહિલાઓની પીડાને દૂર કરવાના હેતુ સાથે સેવાભાવથી હજારો માતાઓને ખોળાનો ખુંદનાર મેળવવા માટે મહેનત કરનાર ડૉ. ભાવિન કમાણીના હૃદયમાં સદૈવ કચ્છડો ધબકતો રહ્યો છે.

હૃદયના એક ખૂણે બાળપણની યાદો સચવાયેલી હતી. દેશ સાથે વિદેશના અનેક યુગલોની શેર માટીની ખોટ પૂરનાર ડૉ. કમાણીને અમદાવાદ અને બેંગ્લોરમાં હોસ્પિટલ શરૂ કરવાની ઑફર હતી. પરંતુ, કચ્છીમાડુઓને કેન્દ્રમાં રાખીને રાજકોટ સાથે કચ્છને પણ કર્મભૂમિ બનાવી.

ડૉ. કમાણીનો કચ્છ પ્રેમ માત્ર કચ્છી યુગલોની સંતાન પ્રાપ્તિના અભિયાન સુધી મર્યાદિત નથી રહ્યો. કચ્છ સાથેનો નાતો સુદ્રઢ થતો ગયો ને માતૃભૂમિને નમન કરવા તેમણે સ્વકંઠે ગીત ગાયું. 

ભુજમાં ‘કચ્છડો યાદ કરીયા’ ગીતના લૉન્ચિંગ પ્રસંગે તેમણે જણાવ્યું કે કચ્છમાં ઠેર ઠેર નિઃશુલ્ક ધોરણે મેડિકલ કેમ્પ યોજી, નિઃસંતાન યુગલોના જીવનમાં વ્યાપેલો સૂનકાર ખિલખિલાટથી ભરી દેવો તે જ મારો હેતુ છે. આવતીકાલે ૩૦મી મેના રોજ ગાંધીધામમાં વધુ એકવાર તેમણે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કર્યું છે

Share it on
   

Recent News  
ગાંધીધામના મચ્છુનગર પુલિયા નજીક અડધા કરોડનો ઈંગ્લિશ દારૂ ભરેલું ટેન્કર પકડાયું
 
ભુજમાં ગેરકાયદે સગીર બાળકોને આશ્રય આપતી કેરળની સંસ્થાના સંચાલકને કૉર્ટનો ઝટકો
 
૧૪ વર્ષની બાળા પર દુષ્કર્મના ગુનામાં સામત્રાના યુવકને અંતિમ શ્વાસ સુધી સખ્ત કેદ