click here to go to advertiser's link
Visitors :  
15-Aug-2026, Saturday
Home -> Kutch -> SMC Seizes Record Rs 4 Crore Liquor a Day Before DGPs Visit in Kutch
Friday, 20-Feb-2026 - Bhuj 51101 views
DGPની મુલાકાતના આગલા દિવસે ત્રાટકી SMCએ વડવાળામાંથી ૪ કરોડનો વિક્રમી શરાબ ઝડપ્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાતના ઈન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે. લક્ષ્મીનારાયણ રાવ આવતીકાલથી બે દિવસ માટે સરહદી કચ્છની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અર્થે આવી રહ્યાં છે. ડીજીની મુલાકાતના આગલા દિવસે જ ડીજી વિજીલન્સ સ્ક્વૉડે ભુજ નજીક વડવાળા ગામે દરોડો પાડીને ચાર કરોડ રૂપિયાનો ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો વિક્રમી જથ્થો જપ્ત કર્યો છે.

ભુજ તાલુકાના વડવાળા ગામની સીમમાં દારૂ ભરેલી ટ્રકોનું કટિંગ થતું હતું તે ટાંકણે ત્રાટકીને સ્ટેટ મોનિટરીંગ સેલે રેઈડ કરીને સંભવતઃ ગુજરાતનો સૌથી મોટો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ ગામ પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે.

૪ કરોડના શરાબની ૫૬ હજાર ૮૮ બોટલ જપ્ત

SMCએ ૪ કરોડ ૮૫ હજાર ૨૭૦ રૂપિયાના મૂલ્યની ૫૬ હજાર ૮૮ બાટલીઓ જપ્ત કરી છે. દારૂની હેરફેર અને કટિંગ માટે ઉપયોગમાં લેવાયેલી બે મોટી ટ્રક, ત્રણ મિનિ ટ્રક અને એક મહિન્દ્રા પીકઅપ મળી ૧ કરોડ ૮ લાખ ૨૧ હજારના ૬ વાહનો જપ્ત કર્યાં છે. સ્થળ પરથી પોલીસે જસરામ જગા ભરવાડ (રહે. રાપર) અને વિશાલ બીરેન કર્માકર (રહે. મેઘપર બોરીચી, અંજાર)ની બે મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી છે.

૧૪ સામે નામજોગ સહિત ૨૩ સામે ફરિયાદ

ઝડપાયેલાં બે યુવકો સાથે ૧૪ જણ સામે નામજોગ અને વાહનોના ડ્રાઈવરો, માલિકો, મદદગારીમાં રહેલાં માણસો વગેરે મળી ૨૩ લોકોને વોન્ટેડ જાહેર કરી તમામ સામે પ્રોહિબિશનની વિવિધ ધારાઓ તળે ફરિયાદ નોંધાવાઈ છે.

કચ્છના આ બૂટલેગરોના નામ ખૂલ્યાં

દારૂનો જથ્થો નવજ્યોત ઊર્ફે નવઘણ રાજગોર મારાજ (ગણેશનગર, ભુજ), અનોપસિંહ અભેસિંહ રાઠોડ (કેરા, ભુજ), દેવેન્દ્ર ઊર્ફે દેવો ખોડીદાસ કાપડી (ગાંધીધામ), શિવરાજ વિરમ ગઢવી (અંજાર), રાહુલ મારાજ (ભુજ), ગોપાલ કેશાજી રાજગોર (પાન્ધ્રો, અબડાસા), જેકી બાવાજી (ભુજ), કરણ ભૈયો (ગાંધીધામ), ગોપાલસિંહ બનેસિંહ વાઘેલા (પાન્ધ્રો, અબડાસા), હાર્દિક મારાજ (ભુજ), કલ્પેશ મારાજ (ભુજ)ને મળવાનો હતો તેવું જાહેર કરાયું છે. અનોપસિંહ સહિતના કેટલાંક બૂટલેગરો લિસ્ટેડ છે. દરોડામાં નવઘણના પાંચ માણસોને વોન્ટેડ બતાવાયાં છે. હરિયાણાના મેવાતમાં રહેતા મુસ્તફા ઊર્ફે રાહુલ ઊર્ફે મહાકાલ જબ્બારખાન પઠાણે શરાબનો જથ્થો મોકલ્યો હોવાનું ખૂલ્યું છે.

ઉલ્લેખનીય છે કે પધ્ધરના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી. પરમાર છેલ્લાં થોડાંક દિવસોથી રજા પર છે, હાલ પીએસઆઈ ઝાલા પીઆઈના ચાર્જમાં છે.
Share it on
   

Recent News  
સામખિયાળીઃ ૧૧ વર્ષની દીકરીની લાંબા સમયથી જાતીય સતામણી કરતો યુવક ઝડપાયો
 
આદિપુરઃ વિમાનમાં ઉડી રોયલ લાઈફ માણવા ૧ કરોડનો માલ ચોરનાર બે નેપાળી કામવાળી પકડાઈ
 
અદાણી મુંદરા એરપોર્ટ પરથી બાવન દિવસમાં ૧૦ હજાર પ્રવાસીઓએ ઉડાન ભરી