click here to go to advertiser's link
Visitors :  
25-Aug-2026, Tuesday
Home -> Gandhidham -> Border Range Kutch expose duplicate IMFL Factory in Adipur Arrests Two
Tuesday, 25-Aug-2026 - Aadipur 1257 views
મહારાષ્ટ્રથી કેમિકલ લાવી આદિપુરમાં ઈંગ્લિશ દારૂ બનાવાયો! વેચાણ પૂર્વે બે ઝડપાયાં
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા હજુ શમ્યાં નથી ત્યાં આજે આદિપુરમાં ભાવનગરની તર્જ પર જ કેમિકલમાંથી ‘ઈંગ્લિશ’ દારૂ બનાવવાના એક ષડયંત્રનો બોર્ડર રેન્જ ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આદિપુરના ૪-એ વિસ્તારમાં આવેલા રિધ્ધિ-સિધ્ધિ કોમ્પલેક્સની દુકાન નંબર ૪૬માં દરોડો પાડીને વિદેશી દારૂ બનાવવામાં વપરાતું સવા પાંચ લાખ રૂપિયાની કિંમતનું ૧ હજાર ૫૦ લીટર કેમિકલ જપ્ત કર્યું છે. આ કેમિકલમાં પાણી ભેળવીને દારૂ તૈયાર કરાતો હતો.

પોલીસે કેમિકલયુક્ત નકલી દારૂ ભરેલાં રોયલ ચેલેન્જ બ્રાન્ડના ૧૮૦ એમએલ ક્વાર્ટરિયાની ૬૦૦ નંગ બાટલીઓ તથા ૯૪૦૦ નંગ ખાલી બાટલીઓ, જપ્ત કરી છે. દુકાનમાંથી બાટલીઓને સીલ કરવાનું મશીન અને કલર એસેન્સ, થર્મોમીટર, એક બાઈક વગેરે મળી ૭.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બે-ચાર દિવસ અગાઉ દારૂ બનાવવાનું શરૂ કરાયેલું

પોલીસે મૂળ રાપરના વતની અને મુંબઈમાં સ્થાયી થયેલાં હિતેશ ખીમજી બાંભણીયા (ઉ.વ. ૩૩) અને તેણે કામે રાખેલાં બ્રિજેશ ઊર્ફે રાધાકિશન ડાલચંદ જાટ (ઉ.વ. ૪૪, રહે. મૂળ મથુરા, યુપી)ની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ બે ત્રણ દિવસ અગાઉ જ આરોપીઓએ ભાડા પર મેળવેલી દુકાનમાં આ ગોરખધંધો શરૂ કર્યો હતો.

આરોપીઓ નકલી દારૂ તૈયાર કરીને માર્કેટમાં વેચાણ કરે તે પહેલાં જ પોલીસે તેમના કરતૂતનો પર્દાફાશ કરી લીધો છે.

પ્રાથમિક પૂછપરછમાં હિતેશે આ કેમિકલ મહારાષ્ટ્રથી લાવ્યો હોવાનું કબૂલ્યું છે. હિતેશ અગાઉ એકવાર દારૂની બાટલીઓ સાથે અંજાર અને વાપી અંકલેશ્વર પોલીસના હાથે ઝડપાઈ ચૂકેલો છે.

ફોરેન્સિક સાયન્સના તજજ્ઞોએ પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલું કેમિકલ આલ્કોહોલિક વર્ગનું હોવાનું જણાવી સચોટ તપાસ હેતુ પૃથક્કરણ માટે તેના નમુના લેબમાં મોકલ્યાં છે.

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એચ. જાડેજા, એ.પી. વાઘેલા, ડી.સી. ઠાકોર સહિતની ટીમે દરોડો પાડ્યો હતો.

Share it on
   

Recent News  
લાકડાં ભરીને જતા વાહનોના પાસ પર સહી સિક્કા બદલ ઊઘરાણાંઃ લાંચિયો વનરક્ષક ઝબ્બે
 
કચ્છમાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસઃ ૬ વર્ષના બાળકના મોત બાદ રિપોર્ટ આવ્યો
 
મહેમાન બનીને આવેલા સગાં ભાઈએ જ બહેનની સાસરીમાંથી ૫.૬૪ લાખના ઘરેણાંની ચોરી કરેલી!