click here to go to advertiser's link
Visitors :  
18-Oct-2025, Saturday
Home -> Kutch -> Pakistani minor couple caught from Rapar
Wednesday, 08-Oct-2025 - Rapar 19071 views
હાથમાં હાથ પરોવીને પાકિસ્તાનનું પ્રેમી જોડું રણ સરહદ પાર કરી રાપર પહોંચી આવ્યું!
કચ્છખબરડૉટકોમ, રાપરઃ પાકિસ્તાનના ૧૫- ૧૬ વર્ષની વયના છોકરો છોકરી રણ સરહદ પાર કરીને રાપરના સરહદી રતનપર ગામ સુધી પહોંચી આવ્યા હોવાનો બનાવ બહાર આવ્યો છે. જાગૃત ગ્રામજનોએ બેઉ જણને ખડીર પોલીસના હવાલે કરી દીધા છે. પ્રાથમિક પૂછપરછમાં બેઉ જણ એકમેકને પ્રેમ કરતાં હોવાનું અને તેમનો પ્રેમ સંબંધ પરિવારજનોને મંજૂર ના હોઈ બેઉ એકમેકના હાથમાં હાથ પરોવીને સરહદ પાર કરી ભારત આવી ચઢ્યાં હોવાનું બહાર આવ્યું છે.
૧૬ વર્ષિય કિશોર અને ૧૫ વર્ષિય કિશોરી બેઉ ભીલ સમાજના છે અને.થરપારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના વતની હોવાનું અને એકબીજાની પડોશમાં રહેતાં બહાર આવ્યું છે.

હાલ ભારત પાકિસ્તાન વચ્ચેની રણ સરહદે ચોતરફ પાણી ભરાયેલું છે. બેઉ જણ રણનો આવો વિકટ રસ્તો પગપાળા ચાલીને આજે સવારે ખડીર દ્વીપના આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા રતનપર ગામના સીમાડે આવેલા તળાવ પાસે સાંગવારી માતાજીના મંદિર નજીક પહોંચી આવ્યાં હતા.

અહીં લાકડાં કાપવાનું કામ કરતાં અને ખેતમજૂરી કરતાં મજૂરોએ બેઉ જણની પૂછપરછ કરતાં બેઉ પાકિસ્તાની સિંધી બોલતા હતા.

જેથી ગામના સરપંચને જાણ કરાઈ હતી. સરપંચે પોલીસને જાણ કરી હતી. ખડીર પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી.એ. ઝાએ બેઉ જણ સામે જાણવાજોગ નોંધ પાડીને આગળની તપાસ હાથ ધરી છે. તબીબી તપાસ બાદ બંનેને ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાં મોકલી અપાશે. જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરાશે.

Share it on
   

Recent News  
૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર ૪૦ વર્ષના શખ્સને ૨૦ વર્ષની કેદ, ૧ લાખનો દંડ
 
મંત્રી મંડળમાં કચ્છને સ્થાનઃ અંજાર MLA ત્રિકમભાઈ છાંગાને રાજ્યકક્ષાનું મંત્રીપદ
 
चोरी ऊपर से सीना जोरी! મુંબઈની માનુની નથી માલ આપતી કે નથી ૫૪.૭૮ લાખ પરત કરતી