click here to go to advertiser's link
Visitors :  
21-Oct-2026, Wednesday
Home -> Kutch -> Paddhar Police Bust Cash Fraud Scheme Arrest Two Accused
Wednesday, 21-Oct-2026 - Paddhar 1756 views
સોશિયલ મીડિયા પર ‘એક કા તીન’ના નામે જાળ પાથરનારી બેલડી બલેનો કાર સાથે ઝડપાઈ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઈન્સ્ટાગ્રામ પર પાંચસોની ચલણી નોટોના બંડલોના ફોટો મૂકીને ‘એક કા તીન’ના નામે લોકો સાથે છેતરપિંડીની જાળ પાથરનારાં બે શખ્સને પધ્ધર પોલીસે ઝડપી પાડ્યાં છે. પધ્ધર પોલીસની સર્વેલન્સ સ્ક્વૉડને ભુજ તાલુકાના નવા કનૈયાબે ગામની ત્રિપુટીએ એક લાખના બદલામાં ત્રણ લાખ રૂપિયા આપવાના બહાને લોકોની છેતરપિંડી માટે સોશિયલ મીડિયા પર જાળ બીછાવી હોવાની બાતમી મળી હતી.

બાતમીના પગલે પોલીસે ભુજ ભચાઉ હાઈવે પર બલેનો કારમાં બેઠેલાં મામદ હનીફ આમદશા શેખ (સંધવાણી) અને સમીર નુરશા શેખ (બાવાણી)ને દબોચી લીધાં હતા.

તેમના કબજાના મોબાઈલ ફોન ચેક કરતાં ઈન્સ્ટાગ્રામ પર બનાવેલી આઈડી અને તેમાં મૂકેલાં ચલણી નોટોના બંડલના ફોટો મળી આવ્યાં હતા. બેઉની પૂછપરછમાં તેમણે આ આઈડી ગુલામ હુસૈન આમદશા શેખે બનાવ્યું હોવાનું કબૂલ્યું હતું.

પોલીસે જણાવ્યું કે મામદ શેખ સામે અગાઉ પણ છેતરપિંડીને લગતાં ગુના નોંધાયેલાં છે. પોલીસે પાંચ લાખની કાર અને ૨૦ હજારના બે મોબાઈલ ફોન કબજે કરી ત્રણે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કામગીરીમાં પીઆઈ એ.ડી. ખાંટ સાથે એએસઆઈ રામસંગજી સોઢા, વીરેન્દ્રસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ સરવૈયા, કૃષ્ણરાજસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પરમવીરસિંહ ઝાલા, બળદેવ રબારી વગેરે જોડાયાં હતા. 

Share it on
   

Recent News  
ભચાઉઃ કકરવા ખારોઈ રોડ પર ડમ્પર અડફેટે બોલેરો પિક અપ પલટીઃ બેનાં મોત, ૧૯ ઘાયલ
 
દિવાળીમાં દારૂની રેલમછેલ કરવા સજ્જ બૂટલગેરો! ત્રગડીમાં ૩૦.૫૮ લાખનો શરાબ ઝડપાયો
 
વિદેશથી આયાત જૂની પરંતુ કાર્યક્ષમ અને સલામત મશિનરીને પ્રોત્સાહન આપવા રજૂઆત