click here to go to advertiser's link
Visitors :  
20-Oct-2026, Tuesday
Home -> Bhachau -> 2 Killed 19 Injured as Bolero Pickup Overturns After Being Hit by Dumper Near Bhachau
Tuesday, 20-Oct-2026 - Bhachau 2913 views
ભચાઉઃ કકરવા ખારોઈ રોડ પર ડમ્પર અડફેટે બોલેરો પિક અપ પલટીઃ બેનાં મોત, ૧૯ ઘાયલ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ખાવડાના RE પાર્ક નજીક સાત સાત લોકોનો ભોગ લેનારી કરુણાંતિકા હજુ વિસરાઈ નથી ત્યાં ભચાઉ નજીક બોલેરો પિક અપ ડાલુ ડમ્પરની અડફેટે ટકરાઈને પલટી ખાતાં બે જણનાં મોત થયાં છે, ૬ બાળકો સહિત ૧૯ ઘાયલ થયાં છે. પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ બપોરે એકાદ વાગ્યાના અરસામાં દુર્ઘટના ઘટી હતી. ભોગ બનનાર સાંતલપુરના આહીર પરિવારો ખેતમજૂરી કરવા માટે બાળકો સાથે પિક અપ ડાલામાં બેસીને કચ્છ આવતાં હતા.

રસ્તામાં કકરવા ખારોઈ રોડ પર જઈ રહેલા ડમ્પરની સાઈડ સાથે ટક્કર થતાં પિક અપ ડાલુ રોડ નીચે ઉતરીને ઝાડ સાથે ટકરાયું હતું. સંભવતઃ પિક અપ ડાલાની ઝડપ ઘણી હોઈ ઝાડ સાથે ટકરાયાં બાદ પલટી ખાઈને બાવળની ઝાડીમાં પચાસ મીટર સુધી ઢસડાયું હતું.

દુર્ઘટનામાં ક્રિષ્નાબેન જીવણભાઈ આહીર (૧૫) અને મયંક વિરમભાઈ આહીર (૬) નામના બે બાળકોના મોત થયાં છે. ઘાયલોને ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલ અને આદિપુરની ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે.

ઘાયલોમાં ૬ બાળકો સહિત ૧૨ સ્ત્રી અને ૮ પુરુષનો સમાવેશ થાય છે. આશાબેન નાકદાર આહીર (૨૫), લાખુબેન નાકદાર આહીર (૨૨), લાખુબેન સવાભાઈ આહીર (૩૦), સરીયાબેન કાનાભાઈ આહીર, પમીબેન વિરમભાઈ આહીર (૨૮), અંજલિ ભચુભાઈ આહીર (૮), જયશ્રીબેન શનાભાઈ બકુત્રા (૧૭), જીગર લાખાભાઈ આયર (૧૫), સોનાબેન પોપાભાઈ આહીર (૨૪), જયદીપ કાનાભાઈ આહીર (૭),  જયશ્રીબેન દામાભાઈ આહીર (૧૮), આરતીબેન જીવણભાઈ આહીર (૧૭), ડાલાભાઈ અરજણભાઈ આહીર (૩૫), મણિબેન ડાલાભાઈ આહીર (૩૨), નયન ડાલાભાઈ આહીર (૧), ભાવેશ સવાભાઈ આહીર (૭), જનક નયનભાઈ આહીર (૯) દેવ આહીર (૪) અને જાનકીબેન બચાભાઈ આહીર (૧૫)નો સમાવેશ થાય છે.

Share it on
   

Recent News  
દિવાળીમાં દારૂની રેલમછેલ કરવા સજ્જ બૂટલગેરો! ત્રગડીમાં ૩૦.૫૮ લાખનો શરાબ ઝડપાયો
 
વિદેશથી આયાત જૂની પરંતુ કાર્યક્ષમ અને સલામત મશિનરીને પ્રોત્સાહન આપવા રજૂઆત
 
આડા સંબંધોની આશંકામાં મુંદરામાં ડબલ મર્ડરઃ હિંસક ઝઘડામાં સામસામે બેનાં મોત